સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષાઃ ઠંડી ગાયબ

ગિરનાર પર્વત પ.૪, ગાંધીનગર ૮.૮ સિવાય સર્વત્ર લઘુતમ તાપમાનનો પારો ઉંચોઃ રાજકોટમાં ૧પ.૧ ડીગ્રી

પ્રથમ તસ્વીરમાં કોટડા સાંગાણી, બીજી તસ્વીરમાં આટકોટ અને ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં ઝાકળવર્ષા નજરે પડે છે. (તસ્વીર : કલ્પેશ જાદવ (કોટડા સાંગાણી), કરશન બામટા (આટકોટ), ધર્મેન્દ્ર બાબરીયા - કિશોર રાઠોડ (ધોરાજી)

રાજકોટ, તા. રર :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે જોરદાર ઝાકળવર્ષા થતા ઠંડી ગાયબ થઇ ગઇ છે. આજે સવારે માત્ર ગિરનાર પર્વત ઉપર પ.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જયારે આ ઉપરાંત અન્ય શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રી થી ઉંચો ચડી ગયો છે અને રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો ૧પ.૧ ડિગ્રી નોંધાયું છે.

કચ્છ-સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગાઢ-ધુમ્મસ છવાવાની શકયતાને કારણે વિઝિબિલિટી ઘટીને ર૦૦ મીટર અને કેટલાક વિસ્તારોમાં તો ૧૦૦ મીટરથી પણ ઓછી થવાની શકયતા છે. જેથી હાઇવે પર વાહન ચાલકોએ વિશેષ તકેદારી રાખવી પડશે.

રર-ર૩ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર, રાજકોટ, મોરબી, જુનાગઢ, અમરેલી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ઘુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટશે, જેથી ર૦૦ મીટર દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડેશ. રર જાન્યુઆરીની સરખામણીમાં એમાંય વહેલી સવારે ૩.૩૦ થી ૩.૩૦ સુધીમાં વધુ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અરબ સાગરમાંથી ભેજ ખેંચાશે અને પવનની દિશા બદલાઇને પશ્ચિમની થવાથી સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અરબી સમુદ્ર પરથી પશ્ચિમના પવનો થકી ભેજનું સ્થળાંતર થશે. ભેજનું ધનીકરણ જમીન તેની નજીક રહેલી હવામાં રહેલા રજકણો પર થવાથી ગાઢ ધુમ્મસ સર્જાશે.

ધોરાજી

(કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : ધોરાજી આજે વહેલી સવારેથી ભારે ધુમ્મસને કારણે વાહન વ્યવહાર અને સીમમાં જતા ખેડૂતોને ભારે ધુમ્મસને કારણે હેરાનગતિ થાય અને વાહનોમાં અકસ્માતનો ભય છે. અને જીરાના પાકને નુકશાન થાય અને ખેડૂતોને પડયા પર પાટુ થાય તેવો માહોલ છે.

કોટડાસાંગાણી

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણીઃ કોટડાસાંગાણી પંથકમા ઝાકળ વર્ષા થવા પામી હતી.જેને કારણે વાહનચાલકોને હાલાકિ સહન કરવાનો વારો આવ્યો હતો.તો બીજી તરફ જીરૂના પાકને નુકસાન ની ભીતી સેવાઈ રહી છે.

કોટડાસાંગાણીના સહીત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથીજ ઝાકળ વર્ષા થવા પામી હતી.જે ને લોકો અને ર્મોનિંગ વોક કરવા નીકળેલા લોકો થીજી ગયા હતા.એક તો ભારે ઠંડી નો ચમકારો અને તેમાં ઝાકળ વર્ષા થતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.ઝાકળના કારણે રોડ પર દેખાવુ મુશ્કેલ થતા વાહન ચાલકોને હાલાકિ ભોગવવા નો વારો આવ્યો હતો.જ્યારે કાર ચાલકોને વાઈફર ચાલુ રાખવાની ફરજ પડી હતી.અને રોડ પર અકસ્માત સંભાવના સેવાઈ હતી.જ્યારે એકદમ શીતળ ઝાકળથી જીરૂના પાકને નુકશાન થવાની ભીતી ખેડૂતોમાં સેવાઈ હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટમાં આજે વહેલી સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું તેમજ લોકોએે ઠાર નો અનુભવ કર્યો હતો આજે સવારે ધુમ્મસ છવાયું હતું.

ગિરનાર ખાતે પ.૪ ડીગ્રી જુનાગઢમાં ૧૦.૪ ડીગ્રી ઠંડી : વાતાવરણમાં ભેજને લઇ ધુમ્મસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર :.. આજે પણ સોરઠમાં ઠંડીએ મુકામ કર્યો હતો. ગીરનાર ખાતે પ.૪ ડીગ્રી અને જુનાગઢમાં ૧૦.૪ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી.

ગઇકાલનાં ૯.૮ ડીગ્રી લઘુતમ તાપમાનની સરખામણીએ આજે જુનાગઢનાં લઘુતમ તાપમનનો પારો ૧.૪ ડીગ્રી ઉપર ચડીને ૧૦.૪ ડીગ્રીએ સ્થિર થયો હતો. છતાં ઠંડીનું મોજુ યથાવત રહેલ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેવાના કારણે ધુમ્મસ છવાય ગયુ હતું. જેના પરિણામે ઠંડક બેવડાઇ હતી.

જુનાગઢનાં ગીરનાર પર્વત ખાતે સવારે પ.૪ ડીગ્રી ઠંડી રહી હતી. સતત ઠંડીથી આજે પણ ગીરનાર પર્વત ટાઢોબોળ થઇ ગયો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ર.પ કિ.મી.ની રહી હતી.

કયાં કેટલી ઠંડી-ભેજ

શહેર

લઘુતમ તાપમાન

ભેજની ટકાવારી

ગિરનાર પર્વત

પ.૪ ડીગ્રી

૮૦ ટકા

નલીયા

૧ર.૪ ,,

૮૬ ,,

અમદાવાદ

૧૧.૧ ,,

૬૮ ,,

ડીસા

૧ર.૦ ,,

૮૪ ,,

જુનાગઢ

૧૦.૪ ,,

૮૦ ,,

વડોદરા

૧૪.૪ ,,

૭૮ ,,

સુરત

૧૪.૪ ,,

૮૯ ,,

રાજકોટ

૧પ.૧ ,,

૯૬ ,,

કેશોદ

૧૧.૪ ,,

૯૧ ,,

ભાવનગર

૧પ.૪ ,,

૬પ ,,

પોરબંદર

૧પ.૯ ,,

૯ર ,,

વેરાવળ

૧૬.૯ ,,

૭૮ ,,

દ્વારકા

ર૦.ર ,,

૮ર ,,

ઓખા

૧૮.૯ ,,

૮૩ ,,

ભુજ

૧પ.૦ ,,

૯૩ ,,

સુરેન્દ્રનગર

૧૪.પ ,,

૭ર ,,

ન્યુ કંડલા

૧૩.૦ ,,

૯૩ ,,

કંડલા એરપોર્ટ

૧૩.૮ ,,

૯૬ ,,

અમરેલી

૧૪.૩ ,,

૬ર ,,

ગાંધીનગર

૮.૮ ,,

૮ર ,,

મહુવા

૧ર.પ ,,

૭૬ ,,

દિવ

૧ર.૮ ,,

૮૯ ,,

વલસાડ

૧૦.પ ,,

૮૮ ,,

વલ્લભ વિદ્યાલય

૧૩.૩ ,,

૭ર ,,

(12:57 pm IST)