સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

ટંકારા પોલીસે ચોરીના ગુન્હામાં અટકાયત કરેલ આરોપીના મોતના ૧૧ દિવસ પછી ગુન્હો દાખલ

અજાણ્યા શખ્સોએ ચોરીની શંકા રાખીને પરપ્રાંતિયને બેફામ મારીને અધમુઇ હાલતમાં છોડી દીધો'તો

ટંકારા, તા. રર : ટંકારા પોલીસ મથકે રાજકોટ જિલ્લાના ગૌરીદડ વિસ્તારમાં રહેતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની મુતક રામલા કાળુભાઇ કટારા ના પત્ની ધનુબેને ફરિયાદ નોંધાવી છે કે  ગત એક સપ્તાહ પહેલા ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ શખ્સોએ ચોરીની શંકા રાખી તેના પતી ને ઢોર માર માર્યો હતો અને બાદમાં તેને અધમૂઈ હાલતના છોડી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને કોઈ વ્યકિત સીવીલ હોસ્પિટલમાં મૂકી ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવ બાદ મૃતકની પત્ની ધનુબેન રામલા કટારા મૃતકને અંતિમ વિધિ માટે તેના વતન લઈ ગઈ હતી. વિધિ પૂર્ણ કરી પરત ફરતા ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની શંકા રાખી ઢોર મારમારી હત્યા કર્યાની ફરીયાદ નોધાવી હતી. આ બનાવ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઈએ વધુ તપાસ હાથ ધરી હતી.

જોકે મોટો સવાલ એ છે કે ટંકારા પોલીસે ગણેશપર મંદિર ચોરી ના ગુન્હા મા ૮ જાન્યુઆરી એઆરોપી ને પકડી પાડયા બાદ તારીખ ૯ ના વહેલી સવારે મુત્યુ થયુ હતું જેનુ ફોરેન્સિક લેબોરેટરી માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં પેનલ ડોકટર દ્વારા લેબોરેટરી મા માર માર્યો થી મોત થયા નુ સામે આવતા દશ દિવસ પછી પોલીસે અજાણ્યા શખ્સો અને અજાણી જગ્યા દર્શાવી ને ગોળ ગોળ ફરીયાદ મરણ જનાર ની પત્ની એ નોંધાવી છે ત્યારે  દશ થી વધુ દિવસ પછી પણ પોલીસ ને કોઈ કડી મળી નથી  તે મોટો સવાલ છે.

(1:03 pm IST)