કોડીનાર જીનિંગ ફેક્ટરીમાંથી ૪.૨૦ લાખની ચોરી
પોલીસ દ્વારા સી.સી.ટી.વી.કેમેરા ના ફૂટેજના આધારે તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન
(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૨: કોડીનાર શહેરની હાજી અલી મહમદ મુસા એન્ડ કંપની નામ ની જીનિંગ ફેકટરીમાં ગત મોડી રાત્રી ના ૨/૩૦ કલાક ના આસપાસ કોઈ બે અજાણ્યા બુકાનીધારી તસ્કરો પાછળ ની સાઈડ થી ફેકટરીમાં પ્રવેશી ઓફીસ ની બારી ના નકુચા તોડી ઓફિસમાં રહેલ ટેબલ ના ખાના તોડી તેમાં રહેલા ચાર લાખ વિસ હજારની રોકડ રકમ માં હાથ ફેરો કરી નાસી જતાં સવારે સ્ટાફ ફેકટરીમાં આવતા ખાના તૂટેલા જોતા આ દ્યટના અંગે ફેકટરી ના માલિક હાજી નૂરમહમદભાઈ હાલાઈ ને જાણ કરતાં તેઓ રાજકોટ હોસ્પિટલમાં હોય તેમણે આ દ્યટના અંગે પોલીસ માં જાણ કરતા પી.એસ.આઈ.પરમારે તેમની ટીમ સાથે જીનિંગ ફેકટરી માં જઈ સી.સી.ટી.વી.કેમેરા ના ફૂટેજ ચેક કરતા બે બુકાનીધારી તસ્કરો ચોરી કરતાં કેમેરામાં કેદ થયા હોય પોલીસે સી.સી.ફુટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથે ધરી તસ્કરો ને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
તસ્કરો એ જાણે પોલીસ ને ચેલેન્જ કરી હોય તેમ જીનિંગ ફેકટરીમાં સી.સી.ટી.વી.કેમેરા ની સુરક્ષા વચ્ચે તસ્કરોએ બે ધડક રોકડ રકમ નો હાથ ફેરો કરતા પોલીસે પણ તસ્કરો ને વહેલી તકે પકડી પાડવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.