News of Saturday, 22nd January 2022
ઉના શહેર-ગ્રામ્યમાં કમોસમી માવઠુ
માવઠાથી ચણા અને ડુંગળી પાકને નુકશાનઃ ધાબડિયુ વાતાવરણ
(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૨ :. શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાત્રે કમોસમી માવઠુ વરસી ગયા બાદ ફરી આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ માવઠુ વરસી ગયુ હતું. ઉના શહેર-ગ્રામ્યમાં કમોસમી માવઠાથી ચણા અને ડુંગળી પાકોને નુકસાન થયાનું ખેડૂતો કહી રહ્યા છે. ઉના શહેર તથા ગ્રામ્યમાં આજે સવારથી ધાબડિયુ વાતાવરણ રહેલ છે. સૂર્યનારાયણના આકાશમાં અલપ-ઝલપ દર્શન થઈ રહ્યા છે. કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠારનું પ્રમાણ વધ્યુ છે.
(12:14 pm IST)