સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd January 2022

જુનાગઢ શહેર-તાલુકામાં જાહેરનામા ભંગ સબબ ૪૦ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો

રાત્રી કર્ફયુમાં રખડતા અને ખાણી-પીણીની દુકાનો ખુલ્લી રાખતા કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર : જુનાગઢ શહેર તાલુકામાં પોલીસે સપાટો બોલાવી જાહેરનામા ભંગ સબસ ૪૦ શખ્‍સો સાથે ગુન્‍હો નોંધતા અન્‍ય ઇસમોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

કોરોના સંક્રમણ વધે નહિ તે માટ માસ્‍ક પહેરવું રાત્રી કર્ફયું સહિતના જાહેરનામા જારી કરાયા છે. આમ છતા લોકો દ્વારા જાહેરનામાનો ભંગ કરાતા પોલીસે લાલ આંખ કરી હતી.

જેમાં જુનાગઢ શહેરમાં એ અને બી ડીવીઝન પોલીસે ૧૧-૧૧ શખ્‍સો સામે તેમજ સી ડીવીઝન પોલીસે ૯ અને તાલુકા પોલીસે પણ ૯ શખ્‍સો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

આમા રાત્રી કર્ફયું દરમ્‍યાન નીકળેલા શખ્‍સો અને ખાણી-પીણી તેમજ ચાની દુકાનો ખુલ્લી રાખનારા ધંધાર્થીઓ પણ ઝપટે ચડી ગયા હતા.

(1:24 pm IST)