સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

મોરબીમાં કોરોના દર્દીઓ માટે યુવા આર્મી ગ્રુપ દ્વારા નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા

મોરબી : કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે ત્યારે મોરબીમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવાઓ વિવિધ સંસ્થાઓ દ્વારા શરુ કરવામાં આવી રહી છે જેમાં મોરબી યુવા આર્મી ગ્રુપ દ્વારા નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા શરુ કરાઈ છે

યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમાં કોરોના દર્દીઓ માટે ૨૪ x ૭ એમ્બ્યુલન્સ સેવા શરુ કરવામાં આવી છે મોરબી શહેરના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવાનો લાભ નિશુલ્ક આપવામાં આવશે જે સેવાનો લાભ લેવા મોબાઈલ નંબર ૯૨૫૬૫ ૬૫૨૫૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે

(9:34 pm IST)