સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું

મોરબી : કોરોના મહામારી દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે તમામ બેડ અને હોસ્પિટલ આખી ફૂલ થવા ઉપરાંત હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ જગ્યા જોવા મળતી નથી જે ઘસારાને પગલે ગંદકી ફેલાતી હોય જેથી આરએસએસ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ૧૫ સ્વયંસેવકો દ્વારા આજે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું મોરબી સરકારી હોસ્પિટલના મેદાનમાં સફાઈ કરાઈ હતી તે ઉપરાંત કચરો એકત્ર કરીને સળગાવીને નાશ કરવામાં આવ્યો હતો જે અભિયાનમાં રાજકોટ વિભાગના સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જીલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારિયા અને અન્ય સ્વયંસેવક જોડાયા હતા

(9:33 pm IST)