સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

ગોસા પાસે રિક્ષા પલ્ટી જતાં કુતિયાણાના કડેચીના લખુબેન કોડીયાતરનું મોત

ભત્રીજીની દવા લેવા જતા'તાઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો.

રાજકોટ તા. ૨૨: પોરબંદરના ગોસા ગામ નજીક રિક્ષા પલ્ટી ખાઇ જતાં ઇજા થતાં કુતિયાણાના કડેચી ગામના લખુબેન લક્ષમણભાઇ કોડીયાતર (ઉ.વ.૩૨)નું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

લખુબેન ગઇકાલે સવારે ભત્રીજીની દવા લેવા માટે રિક્ષામાં બેસી કડેચીથી પોરબંદર જઇ રહ્યા હતાં ત્યારે ગોસા ગામ પાસે રિક્ષા પલ્ટી મારી ગઇ હતી. ગંભીર ઇજાઓ થતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતકના પતિ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.   હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી પોરબંદર પોલીસને મોકલ્યા હતાં.

(11:34 am IST)