સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

જામનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે રેમડેસીવીર ઇન્જેક્શન મુદ્દે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર::જામનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે રેમડેસીવીર ઇન્જેક્શન ના મુદ્દે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સાથે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.

       જ્યાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કાયદેસરની એફ.આઈ.આર.કરવા અરજી આપી હતી (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(3:01 pm IST)