સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

પાકિસ્તાને ફરી લખણ ઝળકાવ્યાઃ છ બોટ સહિત ૩૬ માછીમારોનું અપહરણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રર :.. પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીએ પોરબંદરની પાંચ અને ઓખાની એક બોટ સહિત ૩૬ માછીમારોનું અપહરણ કરી જતા ખળભળાટ મચી ગયો છે.  પાકિસ્તાન મરીન સિકયુરીટી વારંવાર ભારતીય માછીમારોને ઉઠાવી જાય છે અને કરાંચી જેલમાં લાંબા સમય સુધી રાખે છે. કોરોના મહામારી વચ્ચે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે માછીમારી કરતા માછીમારોના અપહરણ માછીમાર પરિવારોમાં ચિંતા પ્રસરી છે.

(4:02 pm IST)