સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

ધોરાજી કૈલાશ નગર વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં રહેલ પ્લાસ્ટિક વેસ્ટ સળગી ઉઠતા ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવાઈ :કોઈ માલ હાની કે જાનહાનિ નહીં..

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીના કૈલાશ નગર વિસ્તારમાં જાહેર ખુલ્લા મેદાનમાં પ્લાસ્ટિક વેસ્ટ ના ઢગલામાં કોઈપણ કારણોસર આગ પ્રસરી ઉઠતા આસપાસના રહીશોએ ધોરાજી ફાયર બ્રિગેડ વિભાગમાં જાણ કરતાં ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ પર આગ બુઝાવવામાં આવી હતી પ્રાપ્ત સમાચારો મુજબ આગમાં કોઈ જાનહાની કે માલ હાની નુકસાન થવા પામેલ નથી

(6:51 pm IST)