સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

મોરબીમાં કોરોના મહામારી વચ્ચે અવિરત સેવા, યુવા આર્મી ગ્રુપે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવા શરુ કરી

મોરબી : ઈમરજન્સી એટલે યુવા આર્મી ગ્રુપ હાલ કોરોના મહામારીને પગલે મોરબીના હાલ બેહાલ જોવા મળે છે ત્યારે મોરબીનું યુવા આર્મી ગ્રુપ લોકોની સેવા કરી રહ્યું છે તાજેતરમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરુ કરવામાં આવી હતી તો હવે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવા શરુ કરી છે
ભારતીય ‌સેનામા ટેકનીકલ કમ સોલ્જર તરીકે પાંચ વર્ષ સેવા આપી નિવ્રુતી લઈને પિયુષભાઈ બોપલિયા દ્વારા 2018 થી બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત પૂરી કરવા માટે શરૂ થયેલું આ ગ્રુપ રાત દિવસ જોયા વગર લોકોને કોઈ પણ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી કરવા તૈયાર રહે છે અને ‌અત્યાર સુધી હજારો લોકો ને નવજીવન આપી ચુક્યુ છે
લોકડાઉન દરમિયાન જ આ ગ્રુપ દ્વારા 100 થી પણ વધુ બોટલ બ્લડ ‌ની વ્યવસ્થા મોરબી જનરલ હોસ્પિટલ મા‌ કરી આપવામાં આવી હતી તથા સમગ્ર ‌લોકડાઉન દરમિયાન મોરબી મા ‌એકમાત્ર ગ્રુપ હતુ કે જેમણે લોકડાઉન ની શરૂઆત થી‌ અંત સુધી મોરબી મા જરૂરિયાતમંદ લોકો માટે ભોજન બનાવીને પહોંચાડી હજારો લોકોની જઠરાગ્નિ ઠારી હતી. તથા જનરલ હોસ્પિટલ મા ડોક્ટર તથા મેડિકલ સ્ટાફ માટે પીપીઈ કીટ દાન કરી પીપીઈ કીટ ની જરૂરીયાત પૂરી પાડી હતી
હાલ મોરબીમાં લોકોને પડી રહેલી ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટરની ઘટના વૈકલ્પિક વ્યવસ્થા કરવા ગ્રુપ દ્વારા તાત્કાલિક ધોરણે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મંગાવી લોકોની ઓક્સિજન ની જરૂરીયાત ગ્રુપ દ્વારા પુરી પડાય ‌રહી છે સાથે સાથે ગ્રુપ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગથી લોકો માટે એમ્બ્યુલન્સ પણ સેવામા ઉતારી દેવામાં આવી છે જેનુ નિઃશુલ્ક લાભ‌ મોરબીના લોકોને મળી રહ્યો છે

(10:04 pm IST)