સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

આદર્શ યોગ કેન્દ્ર, મોરબીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી.

મોરબીના સરદાર બાગ પાછળ આદર્શ શાળાના પટાંગણમાં સાતમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે પતંજલિ યોગ સમિતિ, મોરબી જિલ્લાના મહિલા પ્રભારી ભારતીબેન રંગપરીયા, નરસીભાઈ અંદરપા, ભારત સ્વાભિમાન પ્રભારી  રણછોડભાઈ જીવાણી, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, યોગ કોચ રૂપલબેન શાહ, યોગ શિક્ષકો હરજીવનભાઈ છત્રોલા, પિનલબેન ચારોલા, કાંતાબેન વડસોલા તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભારતીબેન રંગપરીયા તથા નરસીભાઈ અંદરપા, એ યોગ - પ્રાણાયામ કરાવી નિયમિત યોગ કરવાથી થતા ફાયદા વર્ણવી યોગ અંગેની સમજ આપી હતી.

(9:33 pm IST)