સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

ભુજમાં ધોળે દિવસે લૂંટના બનાવથી ચકચાર : ઘરમાં ઘુસી મહિલા પાસેથી છરીની અણીએ દાગીનાની લૂંટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : ભુજના ઓરિએન્ટ કોલોની વિસ્તારમાં ઇન્દિરા નગરી મધ્યે ઘરમાં ઘૂસી ધોળે દિવસે મહિલા ઉપર હુમલો કરી તેણીને છરીની અણીએ લૂંટી લેવાતાં ચકચાર મચી ગઈ છે.

કલવંતકૌર મહેન્દ્રસિંઘ જાગીરદાર નામની મહિલાને ઘેર ઘૂસી આવેલા ૧૮ થી ૨૦ વર્ષના બે અજાણ્યા યુવાનો ઝપાઝપી કરી તેમના ગળામાં પહેરેલ ૨૫ હજારની ચેન અને કાનમાં પહેરેલ ૬ હજારની સોનાની રીંગ ખેંચી પલાયન થઈ ગયા હતા.

આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે રસ્તા ઉપર સીસી ટીવી ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે.

(10:22 am IST)