News of Tuesday, 22nd June 2021
આટકોટ : લગ્નપ્રસંગે શૈક્ષણિક ભવન માટે સહાય
આટકોટ : જસદણમાં હિરપરા પરિવારની વાડીમાં જસદણના પૂર્વ કારોબારી ચેરમેન દિનેશભાઇ હિરપરાના પુત્ર ધવલના લગ્ન જસદણના રહેવાસી વિનુભાઇ કેશુભાઇ રૂપારેલીયાની પુત્રી અંકિતા સાથે યોજાયા હતા. બંને વેવાઇઓએ જરૂરિયાતમંદ બાળકો માટેના પાટીદાર શૈક્ષણિક ભવન આગેવાનોને લગ્નમાં બોલાવી યોગ્ય રાશિ જમા કરાવી હતી અને સમાજ વતી આગેવાનોએ બંને વેવાઇઓનું સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા -આટકોટ)
(10:36 am IST)