સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

જામનગરના શારીરીક શોષણ પ્રકરણ જવાબદારો સામે કડક કાર્યવાહી કરોઃ આઉટ સોસિંગ પ્રથા બંધ કરો

ભારતીય મજદુર સંઘ દ્વારા ઉચ્‍ચકક્ષાએ રજુઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.રર : જામનગર ભારતીય મજદુર સંસ્‍થા દ્વારા મુખ્‍યમંત્રી આરોગ્‍ય મંત્રી તથા જામનગર જિલ્લા કલેકટરને  પત્ર પાઠવીને જી.જી.હોસ્‍પિટલના બહુચર્ચિત શારીરીક શોષણ મામલે જવાબદારી સામે કડક હાથે કામ લેવા તથા કમદારોનું આર્થિક તથા શારીરીક શોષણ કાયમી ધોરણે બંધ કરવા રજુઆત કરેલ છ.ે

જામનગરની પ્રત્‍યાત જી.જી. હોસ્‍પિટલમાં મહિલા કામદારો સાથે અનીચ્‍છનીય કૃત્‍ય આચરી તેમનું શારીરીક શોષણ કરવામાં આવેલ હોવાનું અહેવાલો સામે આવ્‍યો છે ત્‍યારે આ મામલે સંપૂર્ણ નિષ્‍પક્ષ રીતે તપાસ કરી જવાબદારો સામે કડક હાથે પગલા લેવા માંગણી છ.ે

જી.જી.હોસ્‍પટલ સમગ્ર સૌરાષ્‍ટ્રના દર્દીઓને આરોગ્‍ય લક્ષી સેવાઓ આપી રહેલ છે.

તેમજ આ સેવાઓ રોજબરોજના અને કાયમી જરૂરીયાતની છ.ે ત્‍યારે આ સેવાઓ કોન્‍ટ્રાકટ સીસ્‍ટમ કે આઉટસોસી પ્રથા દ્વારા  આપવી તે સંપુર્ણ પણે ગેરકાયદેસર હોય તાત્‍કાલીક ધોરણે સમગ્ર રાજયના આરોગ્‍ય વિભાગમાંથી આ પ્રથા બંધ કરાવવા અને સીધી રોજગારી પુરી પાડવા માંગણી છ.ે

આવી સીસ્‍ટમના કારણે ભષ્‍ટાચારને પ્રોત્‍સાહન મળતું હોય તાત્‍કાલીક ધોરણે આ પ્રથા બંધ કરી રોજમદાર તરીકેની સીધી રોજગારી પુરી પાડવામાં આવે તો કોઇપણ કામદારનું આર્થિક શોષણ ન થાય તેમજ મહિલા કામદારોની મજબુરીનો ગેરલાભ ઉઠાવતા તત્‍વો પર વણ અંકુશ આવી શકે તો આ બાબતે ઝડપથી પગલા લેવા ભારતીય મજદુર સંસ્‍થાએ માંગણી કરેલ છે

(10:37 am IST)