સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

ભાવનગર માં મ્યુકર માઇકોસીસનો૧ કેસ

ભાવનગર,તા.૨૨ : ભાવનગર જિલ્લામાં  મ્યુકર માઇકોસીસનાં ૧ શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લામાં કુલ ૪૭ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

જિલ્લામાં કુલ ૪૭ કેસ નોંધાયેલા પૈકી ૪૪ કન્ફર્મ કેસ અને ૩ સસ્પેકટેડ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૨૩ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

બે કોરોના પોઝિટિવ 

 જિલ્લામા  ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૯૧ થવા પામી છે. જેમા શહેરમાં ૧ પુરૂષ તેમજ જિલ્લામાં ૧ સ્ત્રી મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

  મહાનગરપાલિકા વિસ્તારમા ૪ અને તાલુકાઓમાં ૧૦ કેસ મળી કુલ ૧૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૯૧ કેસ પૈકી હાલ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૫ દર્દીઓનું અવસાન થયેલ છે.

(12:13 pm IST)