સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

થાનગઢમાં લૂંટ ચલાવનાર ગઢડાનો કોળી ઝડપાયો

વઢવાણ, તા. ૨૨ :. થાનગઢ વાંકાનેર રોડ ઉપર ખોડીયાર માંના મંદિર પાસેથી આરોપી વિક્રમભાઈ ઉર્ફે પેદો ગભરૂભાઈ વાલાભાઈ મકવાણા ત. કોળી (ઉ.વ. ૩૦) ધંધો ખેત મજુરી, રહે. મોટા સખપર તા. ગઢડા (સ્વામીના) જી. બોટાદવાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અઢી વર્ષ પહેલા સને ૨૦૧૮ના બારમાં મહિનામા પોતે પોતાના સાગરીતો મહેશ નાથાભાઈ ઝાલા રહે. વીજળીયા તથા મુન્નાભાઈ સવજીભાઈ ખમાણી રહે. તરણેતર તથા વાઘાભાઈ મનસુખભાઈ કીહલા રહે. અમરાપર તા. થાનગઢ તથા વિપુલ મથુરભાઈ મકવાણા રહે. મોટા સખપર તથા શૈલેષભાઈ રઘુભાઈ કાગડીયા રહે. રામગઢ, નોલી તા. સાયલા તથા શીવાભાઈ ગાંડાભાઈ મકવાણા રહે. સોનગઢ વિગેરેએ મળી ખીમાભાઈ રબારી રહે. રાણીપાટવાળા થાનગઢ બેન્કમાંથી દુધ મંડળીના હિસાબના રોકડા રૂ. ૧૪,૮૦,૦૦૦ ભરેલ થેલી લઈને રીક્ષામાં બેસી બેન્કથી નિકળતા વરમાધારના બોર્ડ પાસે નંબર પ્લેટ વગરની સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગનઆર ગાડીથી આંતરી ફરીયાદીને તમંચો બતાવી તથા આંખમાં મરચાની ભુકી છાંટી રોકડા રૂ. ૧૪,૮૦,૦૦૦ ભરેલ પ્લાસ્ટિકની થેલીની લૂંટ કરી ભાગી ગયેલાની કબુલાત આપી હતી.

થાનગઢ પો. સ્ટે. ફર્સ્ટ ગુ.૨. નં. ૦૦૮૧/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૩૪૧, ૩૯૨ મુજબના ગુનાની કબુલાત આપતા મજકુર ઈસમ પાસેથી રોકડા રૂ. ૧,૩૫,૦૦૦ તથા તમંચો મળી કુલ કિં. રૂ. ૧,૪૦,૦૦૦ના મુદામાલ મળી આવતા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઈ મુજબ અટક કરી થાનગઢ પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી ડી.એમ. ઢોલ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. સુ.નગર તથા પો. સબ ઈન્સ. વી.આર. જાડેજા તથા એ.એસ.આઈ. એન.ડી. ચુડાસમા તથા વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા ભુપેન્દ્રભાઈ જીણાભાઈ તથા પો. હેડ કોન્સ. અમરકુમાર કનુભા તથા અનિરૂદ્ધસિંહ અભેસંગભા તથા અનિરૂદ્ધસિંહ ભરતસિંહ તથા દીલીપભાઈ ભુપતભાઈ તથા અશ્વિનભાઈ ઠારણભાઈ તથા કલ્પેશભાઈ જેરામભાઈએ રીતેની ટીમ દ્વારા લૂંટના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે.

(12:13 pm IST)