સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

ઉના-ગીર ગઢડા ગ્રામ્યમાં વીજ થાંભલાઓ ઉભા કરવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવા ઉગ્ર રજૂઆત

(નવીન જોષી દ્વારા) ઉના તા. રર :..  ઉના-ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય પુંજાભાઇ વંશની આગેવાની હેઠળ ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઇ હીરપરા, ઉના તા. કો. પ્રમુખ રામભાઇ ડાભી, શહેર પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા, કમલેશભાઇ બાંભણીયા, જગદીશભાઇ પરમાર ત્થા ૧૩૦ ગામનાં ખેડૂતોના આગેવાનો સાથે કાર્યપાલક ઇજનેર પી.જી.વી. સી. એલ.નાં જાડેજા ત્થા ઉનાનાં પ્રાંત કચેરીએ જઇ પ્રાંત અધિકારી રાવલભાઇને ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલને લખેલ આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. કે ઉના - ગીરગઢડા તાલુકામાં એક મહિના પહેલા વાવાઝોડાથી વિજ પોલ, વાયર, ટી. સી. ને મોટુ નુકશાન થયું હતું.

૩૪ દિવસ થવા છતાં બન્ને તાલુકાના ઘણા ગામડાઓ નેસડા અને સીમ-લાઠી વિસ્તારનાં ખેતીના કનકેશન ધરાવતો વિસ્તાર અંધારપટ્ટમાં છે. લોકોને પીવાનું પાણી માલ ઢોરને પીવા પાણી માટે મુશ્કેલી પડે છે.

અગાઉ બન્ને તાલુકામાં વીજ કંપનીની ૧૧પ ટીમ કામ કરતી હતી. પરંતુ પીજીવીસીએલ કાું. દ્વારા ૮૦ ટીમ પરત બોલાવી લેવાતા માત્ર બન્ને તાલુકામાં ૩પ ટીમ કામગીરી કરી રહી છે. હાલ નુકશાની પામેલ તેમા ઉના ડીવીઝન હેઠળ ગીરગઢડા ઉના તાલુકાના પપ થી ૬૦ હજાર પોલ તથા વાયર મટીરયલ્સની જરૂર છે. જયારે તેની સામે દરરોજ પ૦૦ પોલ આવે છે. ૧પ ટીમ દિવસ ૩પ૦ થી ૪૦૦ પોલ ઉભા થાય છે. જો આવી રીતે ચાલશે તો ચાર થી પાંચ મહિના પોલ નાખવામાં પસાર થઇ જશે ચોમાસામાં ખેતરમાં પોલ ઉભા થઇ શકે નહીં.

ચોમાસુ પુર થાય તો પછી કામ પુર થઇ શકે તેમ નથી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વાવાઝોડા વખતે મુલાકાત લઇ ઉનાને હેડ કવાર્ટસ બનાવી રાજયમાંથી ૮પ ટીમ વિજ કર્મચારીની બોલાવેલ અને એક માસમાં કામ પુરૂ કરવા ખાતરી આપી હતી. તો કોના કહેવાથી વિજ કર્મચારીઓની ૮પ ટીમ પાછી બોલાવી ખુલાસો કરવા હાલ યુધ્ધના ધોરણે વધુ કર્મચારીઓની ટીમ બોલાવી, વિજ પોલ ઉભા કરી ટી. સી. નાખી વિજ વાયર નાખી દિવસ ૧પ માં તમામ ખેતીવાડી વિજ કનેકશન  શરૂ કરવા માંગણી કરી છે. ખેડૂતને ચોમાસામાં અંધારામાં રહેવુ ના પડે શીયાળુ પાક માટે વિજ કનેકશન મળી રહે તેવી માંગણી કરી છે. પીજીવીસીએલ.નાં કા. પા. ઇજનેરે ઉપર રજૂઆત કરી કામગીરીમાં ઝડપ લાવવા ખાતરી આપી હતી.

(12:15 pm IST)