સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

રાત્રે આકાશમાં દેખાયેલ લાઈટના ગોળા ફાયટર પ્લેનનાં હોવાની શકયતા

ઉલ્કા, સેટેલાઈટ કે ખગોળીય ઘટના નથીઃ કચ્છના સ્ટાર ગેજીંગ ઈન્ડિયાના નિશાંત નરેન્દ્રભાઈ ગોરની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ, તા. ૨૨ :. રાત્રીના ઉપલેટા, જામજોધપુર, જૂનાગઢ, પાનેલી સહિતના વિસ્તારોમાં આકાશમાં દેખાયેલ લાઈટના ગોળા ફાયટર પ્લેનના હોવાની શકયતા છે તેમ કચ્છના સ્ટાર ગેજીંગ ઈન્ડિયાના નિશાંત નરેન્દ્રભાઈ ગોરએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

તેમણે વધુમાં જણાવ્યુ કે ઉલ્કા, સેટેલાઈટ કે ખગોળીય ઘટના હોવાનું પુરવાર થયુ નથી.

રાત્રે ૯ વાગ્યા આસપાસ રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર ઉપરાંત જામજોધપુર અને વંથલી સહિતના સૌરાર્ષ્ટ્ના કેટલાક ગામોમા આકાશમા તરતી ચમકતી લાઈટો દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું ધોરાજી - ઉપલેટા વચ્ચે ભેદી ધડાકો સંભળાયો હતો, બીજીતરફ આકાશમાં અચાનક લાઈટ જેવો તેજપૂંજ ઝળહળતા અનેક તર્ક-વિતર્ક  સર્જાયા છે લોકો અગાસીએ ચડી ગયા હતા અને આકાશી નજારાને જોઈને અનેકવિધ ચર્ચાએ જોર પકડ્યું હતું

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર પંથકમાં આકાશમાં બે ત્રણ લાઇટો અચાનક જોવા મળે અને અદૃશ્ય થઇ જતી હોવાનું જોવા મળ્યું હતુ જેથી તર્ક-વિતર્ક સર્જાયા હતા. આ નજારો જેતપુરમાં પણ આ નજારો જોવા મળતા લોકો જોવા બહાર નીકળી ગયા હતા.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાટકોલા તથા ભાણવડ અને જામજોધપુરની વચ્ચેના આઠ -દશ ગામોમાં પણ ગઇકાલે રાત્રે આકાશમાં આઠ-આઠ લાઇટો આવે ઝગમતુ કોઇ વાહન જેવી વસ્તુ દેખાતા ગ્રામ્ય પંથકમાં આશ્ચર્ય સાથે ભયની લાગણી પણ ફેલાઇ હતી.

સામાન્ય રીતે બહુ ઉંચાઇએ ઉડતા વાહનમાં એકાદ પીળી કે લાલ લાઇટ દેખતી હોય છે. તેના બદદલે આઠ-આઠ તેજસ્વી લાઇટો સાથે આ ઉડતા અવકાશી પદાર્થે ભારે આશ્ચર્ય સાથે ગામડાઓમાંૈ ભયનું વાતાવરણ પણ ફેલાવ્યું હતું. જો કે સોશ્યલ મીડીયામાં તેના ફોટા, વીડીયો વાયરલ થતા ભારે કૌતુક છવાયું હતું તથા ગામડામાં સગા વહાલાઓને ત્યાં ફોનનો મારો ચાલુ થઇ ગયો હતો પણ કંઇ જાણવા મલ્યું નથી.

 ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : ધોરાજી વિસ્તારમાં આકાશમાં ધડાકા સાથે પ્રકારના ગોળા દેખાયા હતા. રાત્રે આકાશમાં જોરદાર અવાજ સાથે પ્રકાશના લીટા દેખાતા લોકોમાં કુતુહલ જોવા મળેલ હતું.

ઉપલેટા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) વઢવાણ, ઉપલેટામાં રાત્રે ૯ વાગ્યે ભયંકર કડાકા સાથે અવાજ આવતા લોકો બહાર દોડી આવ્યા બહાર આવીને જોયું તો આકાશમાંથી આગ કા ગોલા નીચે પડતા હોય એવા દ્રશ્યો દેખાતા લોકોમાં કુતૂહલ બનાવનું કારણ જાણવા લોકો એક બીજાને ફોન કરી નેે પૂછતા થયા કોઈ ખગોળીય ઘટના છે કે અકસ્માત છે તે અંગે કોઈ સ્પષ્ટ થતી નથી જે પટ્ટી ઉપર ધડાકાના નાસાનું સ્પેસ શટલ પસાર થયો થવાનું હોવાનું કેટલાક લોકોનું માનવું છે તો કેટલાક લોકોએ જેટ ફાઇટર નીકળ્યા પછી આ ભયંકર કડાકો તેમ અનુમાન લગાવતા હતા.

(12:16 pm IST)