સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

ધ્રોલ નજીક ક્રુરતાપુર્વક બાંધીને કતલખાને લઇ જવાતા પશુઓ સાથે પની ધરપકડ

તસ્વીરમાં પશુઓ અને ટ્રક નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પુનાભાઈ હીરાભાઈ વરૂ, ઉ.વ.૪પ, રે. ધ્રોલ ગામ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૧ના સોયલ ટોલનાકે આ કામના આરોપીઓ અશોક રામસીગ વલવી, હાન્યા જીરયા વલવી, નંદલાલ બોડા પાવરા, આનંદા ગેનુ નાયક, જયસુખ પરમાર એ ટ્રક નં. જી.જે.–૦૯–વાય–૯૮૭૬, જેની કિંમત રૂ.પ,પ૦,૦૦૦/– ના ઠાઠામાં જીવ ધણખુટ કુલ નંગ–૧૩, કિંમત રૂ.૬પ,૦૦૦/– ઉપરા ઉપરી ભરી કતલ કરવાના ઈરાદે પગે તથા સિંગડામાં દોરડાથી બાંધી એકબીજા શ્વાસ ન લઈ શકે તેવી રીતે ક્રુરતા થી ભરી તેમાં પાણી કે ઘાસચારો રાખ્યા વગર ભરી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

(1:08 pm IST)