સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

જામનગર- જીલ્લામાં જુગારના દરોડાઃ ૨૪ ઝડપાયાઃ ૮ ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: જામનગર - જીલ્લામાં જુગાર રમતા ૨૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે જયારે આઠ ફરાર થઇ ગયા હતા.

પંથી હોટલ પાસે જુગાર રમતા ચાર ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. વીરમભાઈ નારણભાઈ નાગશ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૧ના બેડ પાટીયા થી આગળ પંથી હોટલ પાસે આવેલ મચ્છુ પેટ્રોલ પંપની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં આ કામના આરોપીઓ કુલબન્તસિંહ જોગીન્દ્રસિંહ શીખ, કિશોરસીંઘ ટીલસીંઘ રાવ, દિનેશકુમાર બાલરૂપસિંહ યાદવ, પુનમચંદ નાનકરામ યાદવ, એ ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૪૭પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગીંગણી ગામે જુગાર રમતા બે ઝડપાયા

જામજોપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજવીરસિંહ જગદીશસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૦ર૧ના ગીંગણી ગામે આવેલ હાઈસ્કુલ પાછળ બાવળની કાટમાં આ કામના આરોપીઓ જયેશભાઈ મનસુખભાઈ ખાણીયા, મીનલભાઈ વાલજીભાઈ મકવાણા, રે. ગીંગણી ગામ વાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧રપ૦/– તથા મોબાઈલ ફોન –ર, કિંમત રૂ.–૪પ૦૦/– મળી કુલ રૂ. પ૭પ૦/–ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.તથા અન્ય આરોપી હિતેશ જેન્તી મકવાણા, રૂપેશ પંડીત પરમાર, ભાવેશ અમરશી મકવાણા, ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામવાડી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

જામજોપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. માનસંગભાઈ રવજીભાઈ ઝાપડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૦ર૧ના જામવાડી ગામે રામ મંદિરના ઓટલા ઉપર જાહેરમાં આ કામના આરોપીઓ અશોકભાઈ વીરજીભાઈ કાલરીયા, બાબુભાઈ નાથાભાઈ ખાંટ, કાન્તીભાઈ ગોપાલભાઈ ખાંટ, ચંદુભાઈ લાધાભાઈ  સીતાપરા, સુરેશભાઈ જસમતભાઈ ભડાણીયા, રે. જામવાડી ગામ વાળા ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧રપ૦/–  ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડમાં વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

કાલાવડ પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૦ર૧ના કાલાવડની મેઈન બજારમાં લાઈબ્રેરી પાસે આ કામના આરોપી પ્રવિણભાઈ મોહનભાઈ અગ્રાવત રે. કાલાવડ વાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત નો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૩ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ભગત ખીજડીયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૦ર૧ના ભગત ખીજડીયા ગામે બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં આ કામના આરોપીઓ રવજીભાઈ લખમણભાઈ અમીપરા, સંજયભાઈ લાલજીભાઈ દેગડા, જશપાલસિંહ જામસિંહ જાડેજા, અનિરૂઘ્ધસિંહ ચંનુભા જાડેજા, રે. ભગત ખીજડીયા ગામવાળા ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પ૪૮૦ તથા ચાર મોબાઈલ ફોન કિંમત રૂ.૮,૦૦૦/– તથા બે મોટરસાયકલ જેની કિંમત રૂ.પ૦,૦૦૦/– તથા કુલ રૂ.૬૩,૪૮૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ ચનુભા ઉમેદસિંહ જાડેજા, છત્રપાલસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા, રાજભા ચનુભા જાડેજા, કનુભાઈ નથુભાઈ સોલંકી, લાલભાઈ હિરાભાઈ દેગડા, દિનેશભાઈ લાલજીભાઈ દેગડા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોરઠા ગામે જુગાર રમતા નવ ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. કુલદીપસિંહ ચંદુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૦ર૧ના સોરઠા ગામે લીમડા ચોકમાં જાહેરમાં આ કામના આરોપીઓ મોહનભાઈ ખેતાભાઈ જેઠા, કારૂભાઈ પોપટભાઈ રોરીયા, વિજયભાઈ નટુભાઈ ઝરમરીયા, વિનોદભાઈ પોપટભાઈ ઝરમરીયા, નિલેષપરી વશરામપરી ગૌસ્વામી, નાથાભાઈ રાણાભાઈ ડાંગર, રાજેશભાઈ ગાગજીભાઈ ડાંગર, પ્રેમજીભાઈ ભાણાભાઈ ડાંગર, કુલદીપસિંહ ભુપતસિંહ જાડેજા રે. સોરઠા ગામવાળાએ ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૩,૧૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:09 pm IST)