સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

અમરેલી જીલ્લામાં ૧૮ જગ્યાએ દરોડાઃ જુગાર રમતા ૧૦ર શખ્સો ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૨૨: પોલીસે તહેવારીયા જુગાર ઉપર ત્રાટકી શકુનીઓની જામેલી બાજી પલ્ટાવી હતી. અમરેલી જીલ્લામાં જુદા-જુદા ૧૮ સ્થળોએ જુગારના દરોડાઓ પાડીને ૧૦ર શખ્સોને બાઇક, મોબાઇલ અને રોકડ મળી રૂ. ર લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જાફરાબાદ મરીનના રોહીસા ગામે જુગાર રમતા ભરત અરજણ બાંભણીયા સહીત પ શખ્સોએ પો.કોન્સ. અજયભાઇ વાઘેલાએ રોકડ રૂ. પ૦૬૦  સાથે રાજુલાના જુની માંડરડી ગામે મધુ જીવરાજ હિંમાસીયા, શૈલેષ ભોળા સહીત ૧ર શખ્સોને પો.કોન્સ. પારસભાઇ પંડયાએ રોકડ રૂ. ર૪૬૦ જયારે રાજુલાના ડોળીનો પટ્ટમાં અફજલ નુરૂ જાખરા સહીત ત્રણને રોકડ રૂ. ૧૦,૭૪૦ સાથે વડીયાના ખાન ખીજડીયામાં ગોપાલ  જાવેદ વઘાસીયા, ચતુર સમજુ હિરપરા સહીત પાંચને હે.કોન્સ. જે.એલ.મકવાણાએ રોકડ રૂ. ર૦,૬પ૦ સાથે સાવરકુંડલા દાસી જીવણ સોસાયટીમાં દિનેશ લવજી રાઠોડ સહીત ત્રણને પો.કોન્સ. મહેશભાઇ ચૌહાણે રોકડ રૂ. ૩૧પ૦ સાથે અમરેલીના બક્ષીપુરમાં અરવિંદ સામજી જાદવ, હરેશ મધુ પંચાળા સહીત ૭ ને પો.કોન્સ. બ્રીજરાજસિંહ વાળાએ રોકડ રૂ. ૧૧,પ૧૦ સાથે અમરેલી સાવરકુંડલા રોડ પર ગોરધન ભાણા પરમાર, કનુ શામજી ચૌહાણ સહીત ૭ને લોક રક્ષક હાર્દિકભાઇ પોતરે રોકડ રૂ. ૧૦,૩૯૦ અમરેલી માણેકપરામાં દેવેન્દ્ર ઉર્ફે મુના પ્રવિણ ત્રિવેદી, યુનુસ રજાકવાળુ કડ સહીત પ શખ્સોને હે. કોન્સ. વિક્રમભાઇ ડાભીએ રોકડ રૂ. પપ,૬૬૦ સાથે બાબરાના નવાણીયામાં વિપુલ ધીરૂ પીલુકીયા સહીત પ ને એ.એસ.આઇ. અરવિંદભાઇ કટારાએ રોકડ રૂ. રર૭૦ સાથે બાબરાના જીવાપરમાં દિલીપ વિરજી ગોહીલ સહીત ત્રણને પો. કોન્સ. ભરતભાઇ ડોડીયાએ રોકડ રૂ. ર૯ર૦ સાથે જયારે બાબરાના લોન કોટડામાં સતાર કાસમ મુલતાની, આકાશ હમીર પરમાર સહીત ૭ ને હે.કોન્સ. મહીપતસિંહ રાઠોડએ રોકડ રૂ. ૧૧,૮૦૦ સાથે ધારી નબાપરામાં મધુ પુના ચાવડા સહીત ૭ને હે.કોન્સ. ઉમેશભાઇ માંજરીયાએ રોકડ રૂ. ૧૦,પ૯૦ સાથે ધારીના દલખાણીયામાં મનસુખ કાંતી માથાસુરીયા સહીત ૭ ને પો.કોન્સ. અજયસિંહ ગોહીલે રોકડ રૂ. ૧૦,૩૩૦ સાથે બાબરાના લાલકા ગામે કાળુ વાઘા કોઠીવાળ સહીત પને પો.કોન્સ. રાજેશભાઇ રાઠોડે રોકડ રૂ. ૧ર,૬૪૦ સાથે અમરેલી બહારપરામાં આશીષ અરવિંદ સોલંકી સહીત ૬ ને હે. કોન્સ. બહાદુરભાઇ વાળાએ રોકડ રૂ. ૧ર,૩૯૦ સાથે અમરેલી જુના યાર્ડમાં એજાજ ઉર્ફે ઇરફાન સબીર મીયા કાદરી સહીત પ ને લોક રક્ષક આરીફભા ભોજવાણીએ રોકડ રૂ. ૧૦,ર૩૦ સાથે રાજુલાના હિંડોરણા ગામે સામત જીવા મકવાણા સહીત પ ને પો.કો.શ્રી ધાપાએ રોકડ રૂ. પ૧૯૦ મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(1:15 pm IST)