સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

જાફરાબાદ બસ સ્ટેશન પાસે ફાયરીંગ : મારમારીને ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. રર : જાફરાબાદ બસ સ્ટેશન પાસે રૂપેશભાઇ મોહનભાઇ બારૈયા (ઉ.વ.રપ) ને ધવલ શાંતીલાલ ભારડીયાએ તેના પિતાની ગનમાંથી એક રાઉન્ડ ફાયરીંગ કરી મારી નાખવાની  કોશિષ કરી શાંતિલાલ લાલ ખીમજી ભારડીયાએ પોતાની ગન આપી દેવા નાથા ચુડાસમા સુનિલ ઉર્ફે લાલો નાથા ચુડાસમા, વિજયનાથા ચુડાસમાએ મુઢ મારમારી ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

પંચમહાલ જીલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીલ લધીમુરીયા ફળ્યુના શ્રમીક પરિવારની ૧૩ વર્ષની ઉર્મિલાબેન સુખાભાઇ ડામોર કુદરતી હાજતે ગયેલ ત્યારે વાડીમાં બનાવેલ તલાવડીમાં પાણી લેવા જતા પગ લપસી જવાથી પાણીમાં ડુબી જતા મોત નિપજયાંનું સુખાભાઇ ડામોરે દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ઇજા

મરીન પીપાવાવના ચાંચ ગામે બીપી એલ કોલોની સામે ચેતનભાઇ શંભુભાઇ ગુજરીયા બાઇ જી.જે. ૧૪ આર. ૦૬૭૦ સાથે પુરઝડપે અને બેફીકરાઇથી ભરત બાબુ શિયાળે પોતાનું બાકઇ ચલાવી બાઇક સાથે અથડાવી નાની મોટી ગંભીર ઇજા કરી નાશી ગયાની પુનીબેન ચેતનભાઇ ગુજરીયાએ મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ધમકી

અમરેલી : ધોળાદ્રીથી નાગેશ્રી રોડ ઉપર ગોવિંદભાઇ બાવભાઇ જોગદીયા અનુજાતિ મનરેગાનું કામ કરતા હોય. જેથી સારૂ નહીં લાગતા અશોક આલકુ, દાનકુ, આલકુ, અજય આલકુ વરૂએ બાઇકમાં બેસાડી મારે તારૂ કામ છે તેવું જણાવી વાડીએ લઇ જઇ ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી લાકડી વડે મારમારી ધમકી આપ્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મારમાર્યો

અમરેલી : ખાંભા તાલુકાના જામકા ગામે રહેતી બાધીબેન કાળાભાઇ મકવાણા (ઉ.વ.ર૦) એ પોતાના ઘર પાસે મોટી નાખવાની ના પાડતા દાદભાઇ, હિમબાઇ, કોફીબેન દાદભાઇએ પાવડા અને ઢીકા પાટુ વડે મારમારી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:15 pm IST)