સાવરકુંડલા પાલિકાના સદસ્ય અશોકભાઇ ખુમાણની વિપક્ષના નેતા તરીકે વરણી
(દિપક પાંધી-ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.રર : નગરપાલીકામાં સતત બે ટર્મથી ચુંટાય આવતા અને લોકપ્રશ્ને જાગૃત પાલીકા સદસ્ય અશોકભાઇ ખુમાણની વિપક્ષના નેતા તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ નીમણુંક કરેલ છે.
તેમજ પુર્વ નગરપાલિકા ઉપપ્રમુખ નાસીરભાઇ ચૌહાણની દંડક તરીકે નીમણુંક કરેલ છે.
આ નીમણુંકને ધારાસભ્ય પ્રદીપભાઇ દુધાત તેમજ પૂર્વ કૃષિમંતરી ધીરૂભાઇ દુધવાળા શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઇ દવે પુર્વ પ્રમુખ હસુભાઇ સુચક, અમરેલી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઇ જયાણી, ઇકબાલભાઇ ગોરી, હસુભાઇ બગડા, હરિભાઇ સગર, રૂપાભાઇ ભરવાડ, રાણાભાઇ ભરવાડ, હિતેશભાઇ જયાણી, વિજયભાઇ રાઠોડ, ભુપતભાઇ ચુડાસમાં જીગ્નેશ ભરાડ, તુષાર અધ્વર્યું વિજય માળવી, રાજેશભાઇ ચૌહાણ નગરપાલિકા સદસ્ય, ગીરીશભાઇ રાજયગુરૂ કનુભાઇ ડોડીયા અશોકભાઇ બીહારી તેમજ નગરપાલિકા સદસ્ય બાવનજી, મનીષભાઇ ગઢીયા, શશીકાંતભાઇ અઢીયા, બટુકભા ઉનાવા, પપ્પુભાઇ અધ્વર્યું, પ્રવિણભાઇ ચુડાસમા, તેમજ પ્રદેશ કોંગ્રેસ મંત્રી ચંદ્રેશ રવાણી અને હિતેશ સરૈયા તેમજ વિવિધ જ્ઞાતીના અગ્રણીઓએ આવકારેલ છે.