સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

જેતપુર ભાજપ દ્વારા યોગ દિવસની ઉજવણી

રાજકોટ : જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાની ઉપસ્થિતિમાં જેતપુર શહેર ભાજપ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ 'યોગા ફોર વેલનેસ' હતી. એટલે કે કુશળતા માટે યોગ એવો સંદેશો હતો. હાલ કોરોના મહામારી ધ્યાને લઇ લોકોએ પોત પોતાના ઘરે રહીને યોગ દિવસ મનાવ્યો હતો. પરંતુ એક દિવસ નહીં હવે હરહંમેશ નિત્યક્રમમાં યોગને સ્થાન આપવા મનસુખભાઇ ખાચરીયાએ હિમાયત કરી હતી.

(1:18 pm IST)