સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

નશામાં ધૂત બની ગામ માથે લેનાર બે શખ્સોને ગ્રામજનોએ મેથીપાક આપ્યો : એકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો

બપોરથી સાંજ સુધીના ઘટનાક્રમમાં ધરમપુર ગામની કરિયાણાની દુકાને શરૂ થયેલી બબાલ મોરબી સિવિલ સુધી ચાલી : નશાખોરે સિવિલ પણ માથે લીધા બાદ સારવાર દરમિયાન મોત : નાયબ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૨: મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશાની હાલતમાં ડિગલ કરી નાના એવા ગામને માથે લઈ કરિયાણાની દુકાન બંધ કરાવી બાદમાં મહિલાને માર મારતા એકત્રિત થયેલા ગ્રામજનોના ટોળાએ બન્ને શખ્સોને મેથીપાક આપતા બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ઇજાગસ્તે ડોકટર સાથે પણ બાબલ કરી હતી.

આથી, આ શખ્સને ડોકટરે પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા એ શખ્સની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે માર મરનાર ટોળા સામે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. તે પૂર્વે કરિયાણાંની દુકાનમાં બન્ને નશાખોરોએ બદ્યડાટી બોલાવતા મહિલાએ મૃતક અને અન્ય વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ કોળી અને જગદીશભાઈ દુદાભાઇ ઠાકોર ગઈકાલે બપોરના સમયે દારૂના નશામાં ધમાલ મચાવી હતી અને કરિયાણાની દુકાન બંધ કરાવી ગામની મહિલાઓને પણ માર માર્યો હતો. આથી, આ મામલો તંગ બનતા કેટલાક શખ્સોના ટોળાઍ આ બન્ને શખ્સોને માર માર્યો હતો. આથી, બન્નેને ઇજા થવાથી બંને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. જયાં હોસ્પિટલના સ્ટાફ સાથે પણ ભરત કોળી દ્વારા ઍલફેલ બોલીને ઝદ્યડો કરવામાં આવતા હોસ્પિટલ સત્તાવાળાઓઍ મોરબી સીટી ઍ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

જેથી, ઍ ડિવિઝન પોલીસ સ્ટાફ ભરતને હોસ્પિટલેથી પોલીસ સ્ટેશનને લાવ્યો હતો. દરમિયાન તેની તબિયત લથડતાં તેને પુનૅં હોસ્પિટલે સારવારમાં લઇ જવાયો હતો. દરમિયાન ભરત રામજીભાઈ પરમાર (જાતે કોળી) નામના ધરમપુર ગામના યુવાનનું મોત નીપજયું હતું અને મામલો હત્યામાં પલટાયો હતો. મારામારીના બનાવમાં જગદીશ દુદા ઠાકોર (ઉ.વ. ૨૭)ને પણ ઇજા થઇ હોય તેને વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયો હતો.

(4:09 pm IST)