સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

ગીર સોમનાથના પ્રભાસપાટણમાંથી એક સાથે ર બાળકો લાપતા થતા શોધખોળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. રરઃ પ્રભાસપાટણ ધાંચી વાડા માં રહેતા બે છોકરાઓ અચાનક ગુમ થઈ જતા પરીવારજનોએ શોધખોળ ચાલુ કરેલ છે તેમજ સોશ્યલ મીડીયામાપણ ફોટા મુકેલ છે અને પ્રભાસપાટણ પોલીસને જાણ કરાયેલ છે.

હજુ સુધી તેમનો પતો લાગેલ ન હોય તેમ તેમના પિતા એ જણાવેલ હતું.

પ્રભાસપાટણ ધાંચી વાડા માં રહેતા કાસીમ હાજી ઝવેરી ઉ.૧૮,ફઝલ સીદી ઉ.૧૭ તા.ર૧ ના રોજ સંાજે ૭ વાગ્યા ના અરસામાં મોટરસાઈકલ લઈને કોઈને કહયા વગર નિકળી ગયેલ હોય તે રાત સુધી

ધરે પરત નહી આવતા તેની શોધખોળ હાથ ધરાયેલ હતી પરીવારજનોએ જણાવેલ હતું કે મોબાઈલમાં છેલ્લો છોકરાઓને આવેલ હતો

ત્યારબાદ બન્ને નિકળી ગયેલ હતા સમાજના આગેવાનોને પણ જાણ કરેલ હતી હજુ સુધી બન્ને કયાં સંપર્ક થયેલ નથી જેથી પોલીસમાં પણ જાણ કરાયેલ છે અચાનક આ છોકરાઓ ગુમ થતા પ્રભાસપાટણ માં પણ ચર્ચાનો વિષય બનેલ છે હાલ તો પરીવારજનો દ્વારા લગતા વળગતાઓને સંપર્ક કરાઈ રહેલ છ તેમ સોશ્યલ મીડીયાના માઘ્યમથી તેની શોધખોળ હાથ ધરાયેલ છે.

કોઇને જાણ થાય તો ૮૭પ૮૭ ૯ર૯૧૦ (૭૦૯૬૧૦રપ૬૪) ૮૩ર૦ર ૧૦૬૯ર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:10 pm IST)