સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પશુપાલક મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે આજે પશુપાલન એક વ્યવસાય વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે તાલીમમાં વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા, અરણીટીંબા, અમરસર, કોટડાનાયાણી અને ટંકારા તાલુકાના ટોળ ગામના મળીને કુલ ૪૩ પશુપાલક મહિલાઓ તેમજ ૭ અધિકારીઓએ હાજરી આપી હતી

   તાલીમ કાર્યક્રમમાં ડો. એન જે વડનગરા, મદદનીશ પશુ નિયામક મોરબી દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. એલ એલ જીવાણી અને ડી એ સરડવાએ કપાસ અને મગફળીમાં આવતા રોગ, જીવાત અને તેના નિયંત્રણ વિષે માહિતી આપી હતી જયારે હેતલબેન પડસુંબીયાએ દુધની મુલ્ય વૃદ્ધી અને તેની વિવિધ બનાવટ વિષે જાણકારી આપી હતી
    આ ઉપરાંત આગાખાન સંસ્થાના દિનેશભાઈએ આગાખાન સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ વિષે જાણકારી આપી હતી તાલીમ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આગાખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો

(7:39 pm IST)