News of Wednesday, 22nd June 2022
આઈ.ટી.આઈ રાપર ખાતે વ્યવસાયિક કોર્ષમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ
ભુજ: રાપર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ-૨૦૨૨માં વ્યવસાયિક કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે પ્રથમ રાઉન્ડની શરૂઆત તા.૦૨-૦૫-૨૦૨૨થી થઇ હતી. હાલ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. જે મુજબ અંતિમ તા. ૨૬-૦૬-૨૦૨૨ રહેશે. દરેક ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, ઓનલાઇન એડમિશન પ્રક્રિયાની સમજણ તેમજ ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઇ.ટી.આઇ રાપર પર સવારે ૦૯:૩૦ કલાક થી સાંજે ૦૫:૦૦ કલાક દરમ્યાન મુલાકાત લેવી તેમજ વધુ વિગત માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાપરના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
(1:17 am IST)