સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd June 2022

જામનગર - જોડિયા તાલુકાના નોન પ્‍લાન રસ્‍તાઓ -ᅠમાઈનોર બ્રીજ - કોઝ-વેના કામો મંજુર કરાવતાᅠરાઘવજીભાઈ પટેલ

રૂ.૨૯.૧૫ કરોડના ખર્ચે જામનગર તથા જોડિયા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ હસ્‍તકના રસ્‍તાઓ રીકાર્પેટ તથા વાઈડનીંગથી મઢવામાં આવશે તેમજ નવા મેજર બ્રીજ, માઈનોર : બ્રીજ અને કોઝવે બનશે : જિલ્લાના રોડ-રસ્‍તા, માઈનોર બ્રીજ તથા કોઝવેના કામો મંજુર કરવા બદલ માર્ગ મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીનો આભાર વ્‍યક્‍ત કરતાᅠ રાઘવજીભાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૨ : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટલે જણાવ્‍યુ છે કે તેઓના મતવિસ્‍તાર જામનગર તથા જોડિયા તાલુકાના નોન પ્‍લાન રસ્‍તાઓના કામો તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અને કોઝ-વે માટે સ્‍થાનિક કક્ષાએથી રજૂઆતો મળેલ હતી. જે અંગે માર્ગ મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીને વિસ્‍તાર સહ રજૂઆત કરતા જામનગર અને જોડિયા તાલુકામાં આવતા ગામોના નોન પ્‍લાન રોડ રસ્‍તાઓ, તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ તથા કોઝ-વેના કામોને મંજુર કરવામાં આવેલ છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવેલ છે કે જામનગર તાલુકામાં સૂર્યપરા-બાડા રોડ, મોટા થાવરિયા ટુ એસ,એચ, ભરતપુર-વિજયપુર રોડ, પસાયા-બેરાજ રોડ, બેડ રસુલનગર રોડ, નકલંક રણુજા-શેખપાટ ટુ જોઈન એસ,એચ, જામવંથલી ટુ ઉંડ એપ્રોચ રોડ, સરમત ટુ એરફોર્સ રોડ, વાવ બેરાજા થી ચંદ્રાગઢ સુધીનો રસ્‍તો તેમજ જોડિયા તાલુકામાં ખીરી ટુ. એસ.એચ.રોડ સહિતના રોડ રસ્‍તાઓમાં માટીકામ, મેટલીંગ કામ, નાળા પુલિયાકામ, ડામરકામ તથા રીકાર્પેટ, સીલીકોટ, પ્રોટેક્‍શન વોલ, સી.સી.રોડ ની સૂચિત કામગીરી હાથ ધરવામાં આવશે.

મંત્રીશ્રીએ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અને કોઝ-વે મંજુર થયેલ કામોની વિગત આપતા જણાવેલ કે જામનગર તાલુકામાં એસ.એચ. ટુ નારાણપર નાઘુના રોડ ખાતે મેજર બ્રીજ, તમાસણ ટુ જોઈન વી.આર. રોડ ખાતે કોઝ-વે, બેરજા-જગા રોડ સ્‍લેબ ડ્રેઈન, તમાચણ ટુ વીરપર રોડ સતીમાના મંદિર પાસે કોઝ-વે, લાખાણી મોટો વાસ સૂર્યપરા રોડ કોઝ-વે, મોટા થાવરીયા-ખીમરાણા રોડ કોઝ-વે(વોશ આઉટ), ધુતાપર બ્રીજ ધૂડશિયા ટુ જોઈન એસ.એચ.રોડ(વાયા વરૂડી માતાજી) બ્રીજ વાઈડનીંગનું કામ તથા જોડિયા તાલુકામાં બાલાચડી ટુ જોઈન એસ.એચ. ખાતે કોઝ-વે બનાવવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ નોન પ્‍લાન રોડ રસ્‍તાઓ, મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અન કોઝ-વે માટે રૂ.૨૯.૧૫ કરોડ મંજુર કરવામાં આવેલ છે. જે બદલ માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીનો વિધાનસભાના મતદારો વતી કૃષિ મંત્રીશ્રીએ આભાર વ્‍યકત કરેલ છે. તેમજ મંજુર થયેલ રોડ રસ્‍તાઓ તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અન કોઝ-વે માટે સ્‍થાનિક આગેવાનો, પદાધિકારીઓ, મતદારોમાં હર્ષની લાગણી જન્‍મી છે આ માટે કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલને અભિનંદન સહ શુભેચ્‍છાઓ પાઠવી આભાર માનેલ છે.

(11:07 am IST)