ઓખા નગરપાલિકા દ્વારા પાલિકા હાઇસ્કૂલ ગ્રાઉન્ડમાં ૮માં વિશ્વ યોગ દિવસની ઉજવણી
ઓખાઃ નગરપાલિકા દ્વારા ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં યોગાનું ટીચિંગ રક્ષાબેન જોશી દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલ,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ,સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા તથા તેમની ટીમ,ઓખા નગરપાલિકા ના પ્રમુખ પ્રતિનિધિ સુરેશભાઈ ગોહીલ,દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા,ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્યાબેન ફોફંડી,ઓખા શહેર મહિલા મોરચાના મહામંત્રી રક્ષાબેન જોશી તથા તેમની ટીમ,ઓખા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન ના ઉપપ્રમુખ કેતનભાઈ સુતરીયા,ઓખા મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ડી.એન.વાંઝા તથા તેમનો સ્ટાફ,ઓખા મરીન ટાસ્ક ફોર્સ ના પી.એસ.આઈ એસ.એસ.પઠાણ તથા તેમનો સ્ટાફ,ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલના પ્રિન્સિપાલ તથા તેમનો સ્ટાફ,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન ચાવડા દ્વારા કરવામાં આવેલ તથા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા નગરપાલિકાનો સ્ટાફ તથા સ્કૂલના પ્રિન્સિપાલ તથા તેમના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર - અહેવાલઃ ભરત બારાઇ -ઓખા)