સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd June 2022

જામનગરમાં રામેશ્વર વિસ્‍તારમાં યુવતિએ દારૂ પીને જાહેરમાં અપશબ્‍દો બોલી તમાસો કર્યો

રસ્‍તા પર જતા લોકો કુતુહલ નજરે નિહાળી તો અમુક લોકોએ વીડિયો બનાવ્‍યોઃ યુવતિ કોણ છે તે હજુ સામે આવ્‍યુ નથી

જામનગરઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં મહિલાઓ પણ નશો કરે તે સામાન્‍ય બાબત બની ગઇ છે. જામનગરના રામેશ્વર વિસ્‍તારમાં એક યુવતિએ દારૂ પી નશાની હાલતમાં જાહેર રસ્‍તા પર અપશબ્‍દો બોલી તમાશો કર્યો છે. લોકો આ બધુ જોતા રહ્યા હતા. પોલીસ આવે તે પહેલા આ યુવતિ ચાલી ગઇ હતી. તેણી કોણ છે તે હજુ જાહેર થયુ નથી.

ગુજરાતમાં દારૂ પીવાતો નથી એવા દાવાને હવે તો ગુજરાતની યુવતીઓ પણ ખોટી સાબિત કરી રહી છે. હવે તો ગુજરાતમાં પણ યુવતીઓ બિન્દાસ્ત દારૂ પીતી દેખાઈ રહી છે. જામનગરમાં મંગળવારે સાંજે એક યુવતીએ નશામાં ધૂત થઈને રસ્તા પર તમાશો કર્યો હતો. એટલુ જ નહિ, તેણે દારૂના નશામાં ગાળો પણ ભાંડી હતી.

બદલાતા સમય સાથે ગુજરાતનુ રૂપ પણ બદલાઈ રહ્યુ છે. દારૂબંધીવાળા ગુજરાતમાં હવે ડ્રગ્સ પીવુ તો સામાન્ય વાત બની ગઈ છે. ત્યારે દારૂ પીને છાટકા કરનારા પણ ઓછા નથી. ગુજરાત માટે શરમજનક કહેવાય તેવી ઘટના જામનગરમાં બની હતી. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સાંજે એક યુવતીએ નશામાં ઘૂત થઈને રોડ પર તમાશો કર્યો હતો. નશામાં તે ભાન ભૂલી ગઈ હતી, અને એટલુ જ નહિ તેણે જાહેરમાં કાનમાં કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી હતી.

રસ્તા પર આ તમાશો ભારે થઈ પડ્યો હતો. પસાર થતા તમામ લોકો આ યુવતીને જોઈ રહ્યા હતા, તો કેટલાક યુવતીના છાટકાનો વીડિયો પણ બનાવ્યો હતો. જોકે, પોલીસ આવે તે પહેલા જ નશામાં ઘૂત યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. જોકે, આ યુવતી કોણ છે તે હજી સામે આવ્યુ નથી. 

(5:28 pm IST)