સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ઝોન-2ના ચેરમેન તરીકે મોરબીના આગેવાનની વરણી.

નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર સંજય ખેતાનના અધ્યક્ષપદે શપથ ગ્રહણ સમારોહ સંપન્ન

મોરબી : નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર સંજય ખેતાનના અધ્યક્ષપદે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે. સૌરાષ્ટ્ર કચ્છ રીજીયનના નવા વરાયેલા કેબિનેટ મેમ્બરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232જેના રીજીયન 2ના રીજીયન ચેરમેન તરીકે મોરબીના રમેશભાઈ રૂપાલાની વરણી થતા તેઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.
લાયન્સ કલબ ઇન્ટરનેશનલના પાસ્ટ ઇન્ટરનૅશનલ ડાયરેક્ટર એમ.જે.એફ.અને નેપાળના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર સંજય ખેતાનના અધ્યક્ષપદે લાયન્સ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે. સૌરાષ્ટ્ર કચ્છ રીજીયનના નવા વરાયેલા કેબિનેટના મેમ્બરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રીજિયન ટુના ચેરમેન તરીકે અનેક સેવાકિય સંસ્થા સાથે જોડાયેલા મોરબીના રમેશ રૂપાલા, ઝોન ૩ માં તુષાર દફતરી, ઝોન ૪ માં થાનના ધર્મેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
નવનિયુક્ત ચેરમેન અને તેમની ટીમને શપથ ગ્રહણ સમારોહમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલના મુખ્ય ઉદ્દેશ્ય સેવા પરમો ધર્મ મંત્રને વિવિધ લક્ષી સેવાકીય કાર્યો સાથે સાચા અર્થમાં ચરિતાર્થ કરવા નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર એમ.જે.એફ. સંજય ખેતાન દ્વારા શપથ ગ્રહણ સમયે પ્રસંગોચિત પ્રેરક માર્ગદર્શન આપી નવનિયુક્ત ચેરમેન અને તેમની ટીમને અભિનંદન આપેલ હતા. આ તકે લાયન્સ ક્લબ ઇન્ટરનૅશનલ ડિસ્ટ્રિક્ટ 3232 જે. ના વર્ષ 21-22 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંતભાઈ મોવલિયા, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એસ. કે. ગર્ગ અને હિરલબા જાડેજા સહીત મહાનુભાવો દ્વારા પણ નવનિયુક્ત રીજનલ ચેરમેન અને તેમની ટીમને શુભેચ્છાઓ આપવામાં આવેલ.

(9:39 pm IST)