સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો શોધી કાઢતા મદદનીશ પોલીસ અધિક્ષક જેતપુર વિભાગ

અલગ અલગ દારૂની બ્રાન્ડની બોટલ સહીત 22,47,800ના મુદામાલ જપ્ત

રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી. જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરેલ. સાગર બાગમાર, મદદનીશ પોલીસ અધિક્ષક, જેતપુર વિભાગ જેતપુર ઇદના તહેવાર અન્વયે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, જેતપુર, બાપુની વાડી અભિષેક સ્કુલ પાસે આવેલ, "પંચદેવ કૃપા" નામના મકાનમાં પ્રોહી.બુટલેગર અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા તથા ધીરેન અમૃતલાલ કારીયા (રહે.જુનાગઢ )એ  સાથે મળી ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. જે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટનો નીચે મુજબનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પ્રોહીબીશન એકટ મુજબ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ઈંગ્લીશ દારૂનો (૧) મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-૨,૯૭૨ કિ.રૂ. ૮,૯૧,૬૦૦ (૨) સીગ્નેચરની બોટલ નંગ-૬૧૨ કિ.રૂ.૩,૬૭,૨૦૦ (3) ઓલ સીઝન રેર એંગેજ વ્હીસ્કીની બોટલ નંગ-૧,૭૯૯ કિ.રૂ.૫,૩૯,૭૦૦ (૪) મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કીના ચપલા નંગ-૪,૪૬૪ કિ.રૂ.૪,૪૬,૪૦૦ અને (૫) ભઠ્ઠીના સાધનો કિ.રૂ.૨,૪૦૦ ( 6 ) એક મોબાઈલ કી,500  સાથે કુલ 750 મિલી,ની બોટલ નંગ 5,383 તથા 180 મિલી,ની બોટલ નંગ 4464 મળીને કુલ 22.47,800નો  મુદામાલ કબ્જે કર્યો હતો

 પકડાયેલ આરોપી કિશોર ઉર્ફે ટોની મનસુખભાઇ બારૈયા રહે જેતપુર બાપુની વાડી ,જયારે અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા રહે, જેતપુર બાપુની વાડી , ધીરેન અમૃતલાલ કારિયા રહે, જૂનાગઢ અને ત્રણ અજાણ્યા શખ્શોને પકડવા બાકી છે આ કામગીરી એસીપી સાગર બાગમાર અને તેની ટીમે કરી હતી

(12:02 am IST)