સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

કપડવંજ પોલીસના સગીરા અપહરણનો આરોપી મોરબીથી ઝડપાયો

આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી એન્ટ્રી હયુમન ટ્રાફીકિંગ યુનિટ મોરબીની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી : ખેડા જીલ્લાના કપડવંજ રૂરલ પોલીસ મથક વિસ્તારમાંથી ભોગ બનનારનું અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી એન્ટ્રી હયુમન ટ્રાફીકિંગ યુનિટ મોરબીની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એન્ટી ટ્રાફીકિંગ યુનિટના પી આઈ વી બી જાડેજાની સુચનાથી પોલીસની ટીમ તપાસમાં હોય દરમિયાન ખેડા જીલ્લાના કપડવંજ રૂરલ પોલીસ મથકના સગીરા અપહરણના ગુનાનો આરોપી તથા ભોગબનનાર મોરબી કબીર ટેકરી વિસ્તારમાં હોવાની કપડવંજ પોલીસની ટીમે મોરબી પોલીસને જાણ કરવામાં આવતા એન્ટી હયુમન ટ્રાફીકિંગ યુનિટના દશરથસિંહ ચાવડા અને નંદલાલ વરમોરા સહિતની ટીમે આરોપી સાગરભાઈ જયતણભાઈ ઉર્ફે ભલાભાઈ વાઘેલાને મોરબી બીર ટેકરી શેરી-૩ ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:59 am IST)