સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

કચ્છમાં એકતા અને માનવસેવાના સંદેશ સાથે કરાઇ ઇદની ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૨:  ભુજના શાહે જીલાન યુવક મંડળ દ્વારા ઈદ ઉલ અઝહા પ્રસંગે દર્દીઓને જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરી એકતા અને માનવસેવા સાથે ઈદના પવિત્ર તહેવારની ઉજવણી કરાઇ હતી.

અદાણી સંચાલિત મુખ્ય સરકારી હોસ્પિટલ જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને ચાદરો, ફ્રૂટ, બિસ્કીટના પેકેટોનું વિતરણ કરાયું હતું. આ સેવાકીય કાર્યમાં સૈયદ અહેમદશા બાવા અલ હુશેની (પ્રમુખ,અખિલ કચ્છ સુન્ની ચાંદ કમિટી), મહેશ ભાઈ ભટ્ટ (મહંતશ્રી, ઓમ સંસ્કારધામ મંદિર ભુજ), ડો. નરેન્દ્ર હિરાણી (ચીફ મેડિકલ ઓફિસર,જી.કે), મૌલાના મોહમ્મદ શફી, મૌલાના શકરૂદ્દિન, મૌલાના સલીમ કાદરી તેમજ આ કાર્યના મુખ્ય દાતા સૈયદ અશરફશાબાવા નજમુલ હશન જાયેસી, હાજી તાલબભાઈ ખત્રી, હાજી મહમ્મદ સિદ્ઘિક જુણેજા, મનીષભાઈ બારોટ, ડો.અકબર અલી રહેમાની, શંભુભાઇ ઠકકર તેમજ રફિકભાઇ મારા અને જી.કે હોસ્પિટલના તબીબોના હાથે ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન સંસ્થાના મજીદ કુરેશીએ કર્યું હતું.

(11:54 am IST)