ચોટીલાના સણોસરાની વાડીમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા
(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૧: ચોટીલાના સણોસરા ગામે વાડી વિસ્તારમાં પોલીસે છાપો મારી આઠ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડી રૂ.૧.૪૨.૬૦૦ના મુદ્દામાલ કબ્જે કરેલ છે.
ચોટીલા પીઆઇ એન. એસ. ચૌહાણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે સમયે ખાનગી રાહે માહિતી મળેલ કે સણોસરાના વાડી વિસ્તારમાં જયંતી દાનાભાઇ પરમારના કબ્જાની વાડીમાં જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે રેઇડ કરતા વાડીના કબ્જેદાર પરમાર જયંતીભાઇ, સિંકદર અબ્બાસભાઇ, પ્રવિણ રઘુભાઇ ગાબુ, શિવરાજભાઇ આપાભાઇ ખાચર, પરમાર સુરેશ વિઠ્ઠલભાઈ, અરવિંદ ભીમાભાઈ ગાબુ,ઓળકિયા ભગાભાઇ રવજીભાઇ, ભીમાભાઈ ભાણાભાઈને રોકડ રૂપિયા ૫૯.૬૦૦ સાથે પકડી પાડેલ હતા.
આ રેઇડ દરમિયાન સાત મોબાઇલ,ચાર બાઇક અને રોકડ મળી કુલ રૂ. ૧.૪૨.૬૦૦ નો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલ આઠ આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.