સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

અદાણી મેડીકલ કોલેજ ભુજમાં ઇન્ડિયન એકેડેમીક ઓફ પીડિયાટ્રિક દ્વારા કિવઝ યોજાઇ : વિજેતા ટીમ રાજ્યસ્તરે ભાગ લેશે

કિવઝ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા જ્ઞાનનું સંક્ષિપ્ત મૂલ્યાંકન કરી શકાય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : અદાણી મેડિકલ કોલેજ ભુજના પીડિયાટ્રિક (બાળરોગ) વિભાગના વિદ્યાર્થીઓ, રાજય સ્તરે યોજાનાર ગુજરાત મેડિકલ કોલેજના છાત્રોની હરોળમાં ભાગ લઈ શકે એ માટે આ ક્ષેત્રના અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓમાં રહેલા જ્ઞાન યોગ્યતા અને કૌશલ્યનો તાગ મેળવવા કવિઝ યોજાઈ હતી. અગાઉ છાત્રોની જેમ રેસિડેન્ટ ડોકટરો માટે પણ કવિઝનું આયોજન થયું હતું.

કોલેજ ખાતે ૩૪માં ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક (IAP) અંતર્ગત યોજાયેલી કવિઝના પ્રારંભે હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા અને કોલેજના પ્રોફે.ડો.રેખાબેન થડાણીએ કવિઝની રૂપરેખા આપતા કહુ કે, કવિઝ એક દિમાગી કસરત છે. જેમાં વિદ્યાર્થીઓનું સંક્ષિપ્ત મૂલ્યાંકન કરાય છે.

મેડિકલ કોલેજના બાળરોગ વિભાગ હેઠળ યોજાયેલી કવિઝમાં ૩ ટીમો સ્વૈચ્છીક રીતે જોડાઈ હતી. અને ૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તે પૈકી બી ટીમના હિતેન કોટડિયા અને હાર્દિક ભૃગ વિજેતા થયા હતા. આ ટીમ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયા હેઠળ યોજાનાર રાજયકક્ષાએ ભાગ લેશે. આ કવિઝમાં ડો.રેખાબેન થડાણીએ પ્રશ્નોતરી પ્રસ્તુત કરી હતી. જયારે એસો.પ્રો.ડો,એકતા આચાર્ય, સીની. રેસી.ડો.મુકુંદ વાઝા, ડો શ્રદ્ઘા ભિમાણી તેમજ ડો. કરણ પટેલ સહિત રેસી ડો.એ આયોજન સંભાળ્યું હતું,

કિવઝ શબ્દનું ઉદગમસ્થાન કયાંથી થયું?

કિવઝ કાર્યક્રમ હેઠળ કોલેજના વિદ્યાર્થીઓમાં થયેલી અંતરંગ ચર્ચા મુજબ કિવઝ શબ્દનું ઉદગમસ્થાન સંયુકત રાજય અમેરિકા (યુ.એસ.એ.) છે જેનો વર્તમાન અર્થ પરિક્ષણ કરવું થાય છે, અમેરિકી વિરાસત અનુસાર આ શબ્દ અંગ્રેજી ભાષામાં કિવ- સેટ પણ થઈ શકે છે. જેનો મૂળ અર્થ સવાલ અને જિજ્ઞાસા છે. કિવઝનો પ્રારંભ અમેરિકા, ભારત અને કેનેડાથી થયો.

(11:58 am IST)