સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો

જૂનાગઢ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજી ને  સફળતાપૂર્વક એેક વર્ષ પૂર્ણ થતા તેમના કુશળ આરોગ્ય માટે  જુનાગઢ તાલુકા ભાજપ મંડલ, તથા જીલ્લા મહિલા મોરચો તથા જીલ્લા બક્ષિપંચ મોરચા દ્વારા વડાલ મુકામે વડિલ વંદના ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હોય જેમાં ઉપસ્થિત  જૂનાગઢ જિલ્લા ભાજપના  ઉપપ્રમુખ નારણભાઈ ભેટારીયા, મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન માલમ, મહામંત્રી મમતાબેન રાવલ , બેનશ્રી શીલપાબેન ,ઊપપ્રમુખ જાગૃતીબેન સુવાગીયા, જુનાગઢ તાલુકા ભાજપ  પ્રમુખ અરવિંદભાઈ ઘરડેશીયા,મંડલ ટીમ તથા જીલ્લા બક્ષિપંચ મોરચાના મહા મંત્રી ભરતભાઈ વાક તેમજ પ્રભારી અરવિંદભાઈ ચાવડા,મહામંત્રી ભાવેશભાઈ ડાભી તેમજ જીલ્લા આરોગ્ય સમીતી ચેરમેન પ્રવિણભાઈ પટોળીયા, તાલુકા પંચાયત સભ્ય  ભરતભાઈ દોમડિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો , વડિલો તેમજ માતાઓ ઉપસ્થિત રહ્યા.  આ કાર્યક્રમનુ સફળ સંચાલન જુનાગઢ તાલુકા ભાજપ મંત્રી સુરેશ જાગાણી દ્વારા કરવામાં આવ્યું.

(12:02 pm IST)