સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

ઉના-ગીરગઢડા તાલુકાને પીવાનું પાણી પુરૂ પાડતા મછુન્દ્રી અને રાવલ બન્ને ડેમો ૮૦ ટકા ભરાયા

(નવીન જોષી દ્વારાા ઉના તા.રર : ઉના ગીરગઢડા તાલુકામાં ૧પ દિવસથી મેઘરાજા હજુ મન મુકીને વરસતા નથી છુટાછવાયા હળવા ઝાપટા વરસી જાય છે. જંગલમાં સમયસર વરસતા વરસાદને કારણે ડેમોમાં પાણીની ધીમી આવક થતી રહે છે. ઉના-ગીરગઢડા તાલુકાને પીવાનું તથા સિંચાઇનું પાણી પુરૂ પાડતા મછુન્દ્રી અને રાવલ બન્ને ડેમો ૮૦ ટકા ભરાય ગયેલ છે.

ઉના શહેર ત્થા તાલુકામાં ચોમાસાના બે મહિના પુરા થવા છતા મનમુકીને વરસતા નથી છેલ્લા બે દિવસથી હળવા ઝાપટા વરસી જતા આજે સાંજ સુધીમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે મોસમનો કુલ ૧૦૧ મી.મી. (ચારઇંચ) વરસાદ વરસી ગયો છે. તથા વરસે જુલાઇ માસની ર૦ તારીખ સુધીમાં ૪૦૬ મી.મી. એટલે ૧ર ઇંચ વરસાદ વરસી ગયો હતો આ વખતે ૮ ઇંચની  ખાધ રહી છે. હજુ ઉનાની મછુન્દ્રી નદીમાં પુર પણ આવેલ નથી જેથી કુવા બોરના તળઉંચા આવેલ નથી.

ઉના-ગીરગઢડા-દિવ તાલુકા વિસ્તારને પીવાનું અને સીચાઇનું પાણી પુરૂ પાડતા ડેમમાં આજ સુધીમાં પાણીની આવક થતા ૧૬.૬૦ મીટર ભરાયો છે. તેની ઉંડાઇ ૧૯ મીટર છે. ૮૦ ટકા ભરાઇ ગયો છે. જયારે ઉના-ગીરગઢડા તાલુકાને સીંચાઇનું પાણી પીવાનું પાણી પુરૂ પાડતા મછુન્દ્રી ડેમમાં પાણીની આવક થતા ૬,૮૦ મીટર ભરાયો છે. જે ૧૦ મીટરે ઓવરફલો થાય છે. ઉના તાલુકાના બન્ને ડેમમાં ૮૦ ટકા પાણીનો જથ્થો ભરાયો છે. તેમાં ઉના-ગીરગઢડા વિસ્તારમાં જોરદાર વરસાદ વરસે તો ચોમાસુ પાકનું ચિત્ર ઉજળુ બનશે તેવી આશા લોકો રાખે છે.

(12:07 pm IST)