સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

અમરેલીમાં ફાયરીંગ-ઇજા કરીને નાસી છૂટેલા ૩ આરોપીઓ ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. રર :.. અમરેલીમાં દરજી કામ કરતા બિપીનભાઇ જેઠવાની દુકાન પાસે ફાયરીંગ કરીને ઇજા કર્યા બાદ નાસી છૂટેલા ત્રણ શખ્સો ઝડપાયા છે.

પોલીસે રઘુ ભનુભાઇ ધાંધલ ઉ.૩૦, રહે. અમરેલી, સત્યનારાયણ સોસાયટી, હનુમાનપરા રોડ, રાજભા જયમલજી ગોહીલ, ઉ.વ.૪૮ રહે. અમરેલી, ગોકુળધામ, હનુમાનપરા રોડ, દેવાંગ યશવંતગીરી ગોસ્વામી ઉ.વ.ર૬, અમરેલી, સત્યનારાયણ સોસાયટી, હનુમાનપરા રોડ, ની ધરપકડ કરી છે. આ ત્રણેય સામે જુદા જુદા ગુન્હા પણ નોંધાયેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સુચના અને માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર. કે. કરમટા, પો. સ. ઇ. પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(12:55 pm IST)