સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

પ્રિયંકા ફૂલબારીયાનું પૂ.રમેશભાઈ ઓઝાના હસ્તે સન્માનઃ ગોલ્ડમેડલ એનાયત

એ.આર.ભટ્ટ ઉના કોલેજનું ગૌરવ

રાજકોટઃ તાજેતરમાં જ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના પ્રથમ ઐતિહાસિક પદવીદાન સમારંભમાં ઉના એ.આર. ભટ્ટ કોલેજની એલએલબીની વર્ષ ૨૦૨૦ની વિદ્યાર્થીની પ્રિયંકા એ. ફૂલબારીયાને ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં તેમજ જાણીતા કથાકાર સંત પૂ.રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરેલ છે. વિદ્યાર્થીનીએ તેના પરિવારનું તેમજ કોલેજનું નામ રોશન કર્યુ છે. તેની આ સિદ્ધિને કોલેજના ટ્રસ્ટી અને પ્રોફેસર તેમજ વિદ્યાર્થીઓએ બિરદાવી હતી.

(2:48 pm IST)