સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

જે રસ્તેથી એસ.ટી.ને અંદર આવવાનું હોય ત્યાંથી બહાર કાઢતા ડ્રાઇવરે ગોંડલમાં વૃધ્ધાને હડફેટે લેતા મોત

તસ્વીરમાં એસ. ટી. બસ અને વૃધ્ધાનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ તા. રર : ગોંડલ બસ સ્ટેન્ડમાં કમર કોટડા ગોંડલ રાજકોટ રૂટની બસમાં એક વૃધ્ધા હડફેટે આવતા ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે વૃધ્ધાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. ડ્રાઇવરે જે રસ્તેથી એસ. ટી. બસને અંદર આવવા દેવાની હોય તે રસ્તેથી બહાર કાઢતા આ અકસ્માત સર્જાયો હતો.

(3:46 pm IST)