સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

મોરબીના હજનાળીથી દહીસરાં ગાડા માર્ગને આરસીસી રોડ બનાવવા રજૂઆત

સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ રજૂઆત કરી: આરસીસી અથવા પાકો ડામર રોડ બ્રીજ-પુલિયા સાથે બને તે માટે માંગ

મોરબી જીલ્લાના હજનારીથી દહીંસરા ગામના ગાડા માર્ગને આરસીસી રોડ બનાવવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે
 સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ રજૂઆત કરી જણાવ્યું છે કે હજનારી ગામથી દહીસ્રા તાલુકો માળિયા હાલ અંબાનગર ગામના બસ સ્ટેન્ડ પાછળથી ગાડા માર્ગ છે જે રસ્તો જો આરસીસી અથવા પાકો ડામર રોડ બ્રીજ અને પુલિયા સાથે બને તો ગ્રામજનો તેમજ ખેડૂતોને સુવિધા મળશે જેથી પેટ્રોલ અને ડીઝલની બચત થશે સાથે જ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે નવલખી બંદર પણ વિકાસ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે માર્ગ બને તે જરૂરી છે જેથી આરસીસી અથવા પાકો ડામર રોડ બ્રીજ-પુલિયા સાથે બને તે માટેની માંગ કરવામાં આવી છે

(9:48 pm IST)