સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd August 2020

કોટડાસાંગાણી નજીક વીડિમાથી છ નીલગાયોના કોહવાઈ ગયેલી હાલતમા મૃતદેહ મલ્યા

કોટડાસાંગાણી : રાજપરા રોડ પર આવેલ ઠોઠ વીડિમાથી છ નીલગાયના મૃતદેહ મળી આવતા ચકચાર મચિ જવા પામી હતી.સમગ્ર મામલે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કોટડાસાંગાણી રાજપરા રોડ પર આવેલ વાછપરી ડેમના પાછળના વીસ્તારની ઠોઠ વીડીમા છ નીલગાયના મૃતદેહ પડ્યા હોવાનુ માલધારી મનોજભાઈ ચોરીયાના ધ્યાને આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.જે અંગે તેઓએ ગામના આગેવાનો અને વન વિભાગને જાણ કરાતા ઈન્ચાર્જ ફોરેસ્ટર એમ બી જાળેલા તથા સ્ટાફના આર જે વરૂ એસ એમ રીનબ્લોચ સહીતના ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પરંતુ મૃતદેહ એટલી હદે કોહવાઈ ગયેલા કે આસપાસના એક કિલોમીટર સુધીમા દુર્ગંધ આવતી હતી.કોઈએ જાણી જોઈને નીર્દોશ નીલગાયની હત્યા કરી હોવાની વાત વાયુ વેગે ફેલાતા જીવદયા પ્રેમીઓમા રોષની લાગણી ફેલાઈ હતી.અને બનાવ સ્થળે દોડી આવ્યા હતા.પીએમ અર્થે પશુ ડોક્ટર એચ બી કારેથાને બોલાવવામા આવ્યા હતા પરંતુ નીલગાયના મૃતદેહ એટલી હદે કોહવાઈ ગયેલા કે પીએમ પણ શક્ય બન્યુ ન હતુ.ત્યારે ડોક્ટરે પાંચ દિવસ પુર્વે નીલગાયના મોત થયા હોવાનુ અનુમાન લગાવ્યું હતુ. દુર્ગંધના કારણે બનાવ સ્થળે આવેલા લોકોને પણ ઉલ્ટીઓ થવા લાગી હતી.

(7:55 pm IST)