જેતપુરમાં દારૂના ર દરોડાઃ ૭ શખ્સો નાસી છૂટયાઃ ૯૪ર બોટલ-કાર સહિત ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. રર :.. શહેરમાં છેલ્લા થોડા સમયથી જાણે ઇંગ્લીશ દારૂનો દરીયો વહેતો હોય તેમ પોલીસની રેડ દરમ્યાન લાખો રૂપિયાનો દારૂ કબ્જે થાય છે. છતાં પણ બંધ નથી થયો ગઇકાલે શહેર પોલીસે બે જુદી જુદી જગ્યાએ રેડ કરતા કુલ ૯૪ર બોટલ ઇગ્લીશ દારૂ તેમજ મુદામાલ મળી કુલ રૂ. ૭.૯૬ લાખનો મુદામાલ પકડી પાડેલ જેમાં ફરાર થઇ ગયેલ.
પોલીસને ચોકકસ બાતમી મળેલ કે નવી અંકુર સ્કુલ પાસે રહેતા શખ્સે પોતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખેલ હોય. જે આધારે સીટી પી. આઇ. પી. ડી. દરજીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ધોરાજી રોડ પર આવેલ. નવી અંકુર સ્કુલ પાસે બાતમીવાળા વનરાજ ડાંગરના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરવા જતા તેના ઘર પાસે ફોર વ્હીલ પડેલ હોય જેમાં ઇકો કાર નં. જીવાય-એલ.બી.-૪૧૮ વાળીમાં તપાસ કરતા દારૂ મળી આવેલ દરમ્યાન મકાનમાંથી ચાર શખ્સો નાસી ગયેલ. જેથી વનરાજ પ્રતાપભાઇ ડાંગર, સિધ્ધરાજ પ્રતાપભાઇ ડાંગરના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરતા, પાણીનો ટાંકો તેમજ બાથરૂમમાંથી દારૂ મળી આવતા બહાર રહેલ કાર ફોર્ડ ફીંગો નં. જીવાય-૦૩-આઇઆર-૯ર૭૪, આઇ-૧૦ કાર આવતા પોલીસે ત્રણ કાર ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૭૯૮ મળી કુલ રૂ. ૭.૪૯,૪૦૦ નો મુદામાલ કબ્જે કરી બે અજાણ્યા શખ્સો આઇટેન કારનો ચાલક, ફોર્ડ ફીગોનો ચાલક, ઇકો ગાડીનો ચાલક, સિધ્ધરાજ પ્રતાપભાઇ ડાંગર, વનરાજ પ્રતાપભાઇ ડાંગર વિરૂધ્ધ ગુન્હો નોંધેલ.
અન્ય રેડમાં શહેર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ કે ખાટકીવાસમાં રહેતો મોહસીને પોતાના રહેણાંક મકાનમાં દારૂનો ધંધો કરતો હોય જે બાતમીના આધારે નવાગઢ ખાટકી વાસમાં મોહસીન ઉર્ફે કાનો મહમદ લાખાણીના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૪૪ કિ. રૂ. ૪૬,૮૦૦ નો મળી આવતા રેડ દરમ્યાન મોહસીન હાજર ન હોય પોલીસે મુદામાલ કબ્જે કરેલ છે.