સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

નગરપાલિકા ચૂંટણી પૂર્વે ભુજમાં કોંગ્રેસ આક્રમકઃ પ્રમુખસ્વામીનગરથી મહા જનસંપર્ક અભિયાન શરૂ

ભુજમાં ભાજપના શાસન સામે શહેર કોંગ્રેસ પ્રમુખ રવીન્દ્ર ત્રવાડીના અણીયાળા સવાલો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૩:  ભુજ પાલિકાની ચૂંટણી પૂર્વે જનહિતના પ્રશ્નો સાથે ભુજ શહેર કોંગ્રેસ દ્વારા મહા જનસંપર્ક અભિયાન સાથે આક્રમક પ્રચાર અભિયાન શરૂ કરી દેવાયું છે. ભુજના વોર્ડન. ૧૧ થી ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ રવીન્દ્ર ત્રવાડી સાથે શહેર કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક વોર્ડન. ૧૧ ને સ્પર્શતા પ્રશ્નો અંગે ધરણાં, જનસંપર્ક દ્વારા ભાજપ ના શાસકો સામે અણીયાળા સવાલો કર્યા હતા. ભુજની તમામ રીલોકેશન સાઇટ ખાતે ભુકંપ સમયે અપાયેલ પ્લોટોને નવી શરત માંથી જુની શરતમાં ફેરવવા માટે સરકાર દ્વારા હાલના બજાર ભાવે પ્રીમીયમ વસુલાય છે તેના બદલે સહત દરે જંત્રી ભાવે પ્રીમીયમ વસુલી જુની શરતમાં સરકાર ફેરવી આપે તેવી માંગ સાથે કચ્છ કલેકટર શ્રી ને આવેદન પત્ર અપાયું હતું. સાથે સાથે ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદ ચાવડા દ્વારા નવી શરત ના પ્લોટ ધારકોને અપાયેલ વાયદાઓ અને વચનો ફોગટ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. નવી શરતની જમીનના પ્લોટ જૂની શરતમાં ફેરવવાની રજૂઆતમાં પણ સ્થાનિક નગરસેવકો પાણી, ગટર અને રસ્તાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે આ મુદ્દે વહીવટીતંત્રને ઢંઢોળી જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. જેમાં

નવી શરતના પ્લોટો જુની શરતમાં રાહત દરે ફેરવી આપવા, રસ્તા - પાણી અને ગટરની સુચારૂ વ્યવસ્થા આપવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને જણાવાયું હતું. ધરણા અને લોકસંપર્ક દરમ્યાન પ્રમુખસ્વામીનગર, સ્વામીનારાયણ એવેન્યુ, સરકારી આવાસ તથા સ્થાનિક વેપારી આગેવાનોને પણ ધરણા સ્થળની મુલાકાત લઈ વિવિધ સમસ્યાઓ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ વર્ણવી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રવીન્દ્ર ત્રવાડી, પ્રદેશ નિરીક્ષક રહીમભાઇ સોરા, જયવીરસિંહ જાડેજા, રાજેશાભાઇ ત્રીવેદી, અમીષ શાહ, હરીસિંહ રાઠોડ, હિમ્મતસિંહ જાડેજા, ધરમેન્દ્રભાઇ ગોહીલ, ગનીભાઇ કુંભાર, રદ્યુવિરસિંહ જાડેજા, અંજલીબેન ગોર, સોનીયાબેન ઠક્કર, પુષ્પાબેન સોલંકી, ધીરજ રૂપાણી, શકતીસિંહ ચૌહાણ, અલીભાઇ જત, ફકીરમામદ કુંભાર, કાસમ સમા, હાસમ સમા વગેરે કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(11:40 am IST)