સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

ઉના પાસે ટાયર ફાટતા છકડો રીક્ષા પલટી મારી ગઇઃ ૭ વ્યકિતઓને ઇજા

(નિરવ ગઢિયા દ્વારા) ઉના, તા.૨૩: ઉના-તુલશીશ્યામ રોડ ઉપર ટાયર ફાટતા છકડો રીક્ષા પલટી મારી જતા રીક્ષામાં બેઠેલા ૭ વ્યકિતઓને ઇજા થઇ હતી.

ભાચા ગામેથી એલમપર ગામના મજુર લોકો કામ કરી છકડો રિક્ષામાં પરત ફરી રહ્યા હતા ત્યારે તુલસીશ્યામ રોડ ઉપર છકડો રીક્ષા પલ્ટી મારી ગઇ હતી. જેમાં સવાર ૭ લોકોને ઈજાઓ થઈ હતી જયારે એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા તમામ લોકોને ૧૦૮ ની મદદ થી તાત્કાલીક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ઉના અને આસપાસના વિસ્તારોમાં બેફામ રીતે માલ વાહક છકડો રિક્ષામાં લોકો સવારી કરી રહ્યા હોય ત્યારે સ્થાનિક ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા આ માલ વાહક છકડો રીક્ષા ચાલકો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

(11:36 am IST)