સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

કુંકાવાવમાં કોરોના રસીકરણની મુલાકાત લેતા પ્રાંત અધિકારી ઉંધાડ

વડિયા : કોરોના સામે સરકાર દ્વારા કોરોના વોરિયર્સ એવા મેડિકલ સ્ટાફને રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. તેમાં કુંકાવાવ ખાતે આ કોરોનાનું રસીકરણ ચાલુ હતુ ત્યારે અમરેલી -ાંત અધિકારી ઉંધાડ, વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી અને વડિયા સર્કલ વધેલા દ્વવારા રૂબરૂ મુલાકાત લઇ વેકસીન લેતા કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો હતો. અને કોઈ સમસ્યાઓ ના સર્જાય તે માટે ખાસ તકેદારી રાખી  સમીક્ષા કરી હતી. (તસ્વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા-વડિયા)

(11:40 am IST)